અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોનાને લીધે ત્રણ માસૂમ બાળકોનાં મોત થયાં

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોનાને લીધે ત્રણ માસૂમ બાળકોનાં મોત થયાં છે. ગત 23મી માર્ચે અમરાઈવાડીની બે વર્ષની બાળકીનું મોત થયું હતું, ત્રીજી એપ્રિલે મેમનગરના 9 વર્ષના બાળકનું અને પાંચમી એપ્રિલે ચાંદલોડિયાના 8 વર્ષના બાળકનું કોવિડથી મોત થયું છે. અત્યારે પણ 10 બાળકો સારવાર હેઠળ છે, જે પૈકી બેની હાલત ગંભીર છે, નાના બાળકોમાં શ્વાસ ચઢવા, ઝાડા ઉલટી, ભૂખ ના લાગવી જેવી લક્ષણો જોવા મળ્યા હતા, તેમ સિવિલ હોસ્પિટલના સૂત્રો કહે છે.
વિપુલ મકવાણા (અમરેલી)