ભિલોડાના તાલુકા પંચાયતના સદસ્યોએ માર્ગ અને મકાન અને સિંચાઈ વિભાગ કચેરીની મુલાકાત લીધી

અરવલ્લી જિલ્લામાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી બાદ, જીતેલા ઉમેદવારો પ્રજાના કામ કરવા બંધાયેલા હોય છે..ત્યારે ભિલોડા તાલુકા પંચાયત માં જીતેલા 11 જેટલા સદસ્યો એ માર્ગ અને મકાન તથા સિંચાઈ વિભાગ ની કચેરીઓ ની શુભેચ્છા મુલાકત લીધી હતી..ભિલોડા વિસ્તારમાં કોંગ્રેસ પક્ષના તાલુકા પંચાયત ભાણમેર બેઠક ના સદસ્ય અનિલભાઈ હડુંલા સહીત 11 જેટલા કોંગ્રેસ પક્ષના સદસ્યો જનસમર્થન સાથે નાયબ કાર્યપાલક ઈજનેર કચેરી જાહેર આરોગ્ય યાંત્રિક પેટા વિભાગ ગુજરાત રાજ્ય પાણી પુરવઠા અને વ્યવસ્થાપન બોર્ડ ભિલોડા મુકામે પોહ્ચ્યા હતા જેમાં ભિલોડા તાલુકાના વિસ્તારમાં પીવાની પાણી ની સમસ્યા માટે બોર,હેંડપંપ,જેવા વિવિધ સ્ત્રોત ઝડપથી ચાલુ કરવામાં આવે તેમજ માર્ગ અને મકાનવિભાગ અંતર્ગત બાળમન્દિર,નીચાણ વિસ્તાર માં ડામોર ના રોડ જેવી વિવિધ સમસ્યાઓ નો ઝડપથી નિકાલ એ તે હેતુ થી આજ રોજ કોંગ્રેસ ડેલિકેટ સાથે નાયબ કાર્યપાલ કચેરી ખાતે લેખિત માં રજૂઆત કરી હતી અને પ્રજા લક્ષી કામો ઝડપથી થાય તેમ જણાવામાં આવ્યું હતું.
ૠતુલ પ્રજાપતિ, અરવલ્લી