મોરબીના 65થી વધુ પોલીસ જવાનો કોરોના સંક્રમિત

- કોરોના સ્થિતિ જોતા તમામ પોલીસ અધિકારી -કર્મચારીઓની રજા રદ
મોરબી : મોરબીમાં દિવસે-દિવસે કોરોના સંકટ ઘેરું બની રહ્યું છે. તેવા સમયે જ મોરબી જિલ્લામાં રાત દિવસ જોયા વગર સતત ખડેપગે ફરજ બજાવતા ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ એવા 65થી વધુ પોલીસ જવાનો કોરોના સંક્રમિત બનતા પોલીસબેડામાં ચિંતાનું મોજુ પ્રસર્યું છે. બીજી તરફ રાજ્યના ડીજીપી દ્વારા વર્તમાન સ્થિતિ જોતા તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની રજા રદ કરવા હુકમ કર્યો હોવાનું પણ જાણવા મળ્યું છે.
જાણવા મળતી વિગતો મુજબ મોરબી જિલ્લામાં ફરજ રાત-દિવસ જોયા વગર ફરજ બજાવતા 65થી વધુ ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ એવા પોલીસ જવાનો સંક્રમિત બન્યા છે. આ ઉપરાંત કેટલાક પોલીસ જવાનોના પરિવારજનો પણ કોરોના સંક્રમિત થયા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. બીજી તરફ રાજ્યના 20 શહેરોમાં નાઈટ કરફ્યુ અમલી બન્યો હોય ડીજીપી દ્વારા તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની રજા રદ કરી તાત્કાલિક ફરજ ઉપર હાજર થવા આદેશ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
રીપોર્ટ : જનક રાજા (મોરબી)