ઇસરી પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. દારૂના નશામાં ધૂત થઈ જોખમી ડ્રાયવિંગ કર્યું

ઇસરી પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. દારૂના નશામાં ધૂત થઈ  જોખમી ડ્રાયવિંગ કર્યું
Spread the love

અરવલ્લી જિલ્લાના ઇસરી પોલીસ સ્ટેશન ના પી.એસ.આઈ. દારૂના નશામાં ધૂત થઈ સરકારી ગાડી સાથે જોખમી ડ્રાયવિંગ કરતા ઉચ્ચ અધિકારી ની તપાસ માં પી.એસ.આઈ.ની બેદરકારી અને લોકો ના જીવ જોખમ માં મુકે તેવી પરિસ્થિતિમાં ડ્રાઇવિંગ કરતા તેમની સામે ગુનો નોંધી અટકાયત કરવામાં આવી છે..

ગાંધીના ગુજરાતમાં દારૂબંધીની ને લઈ ખાખી પર વધુ એક દાગ લાગ્યો છે અરવલ્લી જીલ્લા પોલીસતંત્રમાં ફરજ બજાવતા કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓ દારૂ પીને છાકટા બનતા હોવાની ઘટના સમયાંતરે બનતી રહે છે ખાખીને જાણે કાયદો લાગુ ન પડતો હોય તેમ ઇસરી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો પીએસઆઈ બી.એલ.રોહીત ગુરુવારે સાંજે નશામાં છાકટો બની સરકારી જીપ સાથે ઇસરી બજારમાં પહોંચી ફીલ્મી સ્ટંટ કરતો હોય તેમ ગાડી હંકારતા લોકોમાં ભારે અફડાતફડી અને નાસભાગ મચી હતી સદ્નસીબે કોઈ જાનહાની ન થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો પીએસઆઈ બી.એલ.રાહુલની કાળી કરતૂતનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા સમગ્ર પોલીસતંત્રની આંખો શરમથી નમી ગઈ હતી જીલ્લા પોલીસવડા સંજય ખરાતે નશામાં ધૂત પીએસઆઈ બી.એલ.રોહિત સામે દારૂ પીને સરકારી વાહન બેફામ હંકારવાના બે ગુન્હા નોંધી તાબડતોડ અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.દારૂબંધીની વાતો કરતી ગુજરાત પોલીસના પીએસઆઈ જ દારૂના નશામાં ચકનાચૂર થઈને પીધેલી હાલતમાં ઝડપાઈ ગયા ત્યારે કાયદાના આ રક્ષકો જ શર્મસાર કરી દે છે. ખાખીને શર્મસાર કરતા પીએસઆઈએ દારૂના નશામાં સરકારી જીપ બેફામ ઇસરી બજારમાં હંકારી ધમાલ મચાવી હતી. પીએસઆઈ નશામાં હોવાની જાણ થતાં પોલીસ દોડી ગઈ હતી અને પોતાની રહી સહી આબરૂ બચાવવા માટે પીએસઆઈ બી.એલ.રોહિતને ઇસરી પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી..ગુરુવારે સાંજે ઇસરી પીએસઆઈ બી.એલ.રોહીત દારૂના નશામાં ટલ્લી બની હાલ ગૃહ વિભાગ તરફથી ફાળવવામાં આવેલ બોલેરોજીપ લઈ જાણે લોકોમાં ખોફ જમાવવા બજારમાં સીનસપાટા કરવા જતા જાતે જ જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયો છે ગુરુવારે સાંજે ડેરીમાં દૂધ ભરાવવા નીકળેલા અને ખરીદી માટે બજારમાં પહોંચેલા લોકો પીએસઆઈ બી.એલ.રોહિત નશામાં ધૂત બની સરકારી જીપ બેફામ હંકારતો હોવાની જાણ થતા જ લોકોએ જીવ બચાવવા નાસભાગ કરી મૂકી હતી એક સમયે તો સામે એસટી બસને ટક્કર મારતા સહેજ માટે બચી ગઈ હતી લોકો પીએસઆઈના ફિલ્મી દર્શ્યોનો ભોગ ન બને તે માટે બુમાબુમ કરી મૂકી હતી ૨૦ મિનિટ જેટલા સમય પીએસઆઈ દારૂના નશામાં ધૂત બની સરકારી જીપ હંકારી આંખા ગામને બાનમાં લેતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.

ઋતુલ પ્રજાપતિ, અરવલ્લી

IMG-20210409-WA0014-0.jpg IMG-20210409-WA0013-1.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!