મોરબીના રામધન આશ્રમે તા.30 સુધી ભજન અને પ્રસાદ બંધ રહેશે

મોરબી સીટી તેમજ જીલ્લામાં વધી રહેલા કોરોનાના સંક્રમણને અટકાવવુ જરૂરી છે ત્યારે મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમ ખાતે આવતી બીજના દર્શન તેમજ ભજન પ્રસાદ સહિતના કાર્યક્રમો હાલની પરિસ્થિતીને લઇને મુલત્વી રાખવામાં આવેલા છે. આશ્રમના મહંત ભાવેશ્વરી માઁ ની સુચનાથી ત્યાંના મુકેશ ભગતે યાદીમાં જણાવ્યું છે કે, બીજના દર્શન અને ભજન મુલત્વી રાખવાની સાથે આગામી તા.૩૦-૪ સુધી પ્રસાદ અને ભજન સહિતના તમામ આયોજનો મુલત્વી રાખવામાં આવ્યા છે.
રીપોર્ટ : જનક રાજા (મોરબી)