નાઇટ કરફ્યુથી કઠોળની માંગમાં ઘટાડો થવાનો ડર

અમદાવાદ ગુજરાત-મહારાષ્ટ્ર, દિલ્હી-પંજાબ સહિત હાલમાં વિવિધ કઠોળની દાળના ભાવ ક્વિન્ટલના ૭૨૦૦થી ૧૦,૦૦૦ રૂપિયાની વચ્ચે ચાલી રહ્યા છેકોરોનાના સંક્રમણને રોકવા દેશમાં ગુજરાત-મહારાષ્ટ્ર, દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં નાઇટ કરફ્યુ લાદી દેવામાં આવ્યો હોવાથી કઠોળની માગમાં મોટો ઘટાડો થાય તેવી સંભાવના વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે અને જેની અસરે કઠોળના ભાવ પણ વધતા અટકે તેવી સંભાવના છે.તુવેર દાળ, મગ-મોગર, ચણા દાળ અને અડદની દાળ સહિત તમામ કઠોળમાં ચાલુ મહિના દરમ્યાન ભાવ રેન્જબાઉન્ડ અથડાયા કરે તેવી સંભાવના છે.
વેપારીઓ કહે છે કે નાઇટ કરફ્યુને કારણે હોટેલ સેક્ટરની માગમાં ૮૦ ટકાનો ઘટાડો આવ્યો છે અને લોકો પણ બહાર જમવાનું ટાળી રહ્યા છે. આ ઉપરાંત લગ્નપ્રસંગમાં પણ મર્યાદિત માણસોની જ છૂટ મળી હોવાથી તેની અસર જોવા મળી રહી છે. દેશમાં કઠોળનું ઉત્પાદન પહેલાથી ૨૦થી ૪૦ ટકા જેટલુ ઘટેલુ છે, પરિણામે ભાવમાં બહુ ઘટાડો નહીં થાય, પંરતુ તેજીને બ્રેક લાગી શકે છે. હાલમાં વિવિધ કઠોળની દાળના ભાવ ક્વિન્ટલના ૭૨૦૦થી ૧૦,૦૦૦ રૂપિયાની વચ્ચે ચાલી રહ્યા છે. એકમાત્ર અડદની મોગર દાળના ભાવ ૧૦,૦૦૦ રૂપિયાની ઉપર ટ્રેડ કરી રહ્યા છે.