હળવદમાં આંબેડકર જયંતિ નિમિત્તે સમસ્ત બહુજન સમાજના યુવા દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ

ભારતના બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકરની 130મી જન્મજયંતી નિમિત્તે હળવદમાં સમસ્ત બહુજન સમાજના યુવાનો દ્વારા આયોજિત તારીખ 12 એપ્રિલ થી 14 એપ્રિલ સુધી 3 દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે જેમાં હળવદ શહેર તાલુકાના અને બહુજન સમાજના આગેવાનો દ્વારા આયોજન થયેલ આ ટુર્નામેન્ટમાં યુવાઓ ભાગ લેશે.
હળવદના જોગણી માંના મંદિર પાસે આવેલ કિક્રેટ ગ્રાઉન્ડમાં મેચ રમશે તેમજ તારીખ 12 /4થી 14 /4 સુધીમાં ત્રણ દિવસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. તો સાથે જ 14 એપ્રિલ એ ડો.બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતીના દિવસે ફાઇનલ મેચ રમાડવામાં આવશે. ટુર્નામેન્ટને સફળ બનાવવા કૈલાશ પરમાર, ગિરીશ પરમાર, રાકેશ રાઠોડ સહિતના બહુજન સમાજના યુવાનો આ ટૂનાર્મેન્ટને લઇને ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.
રમેશ ઠાકાેર (હળવદ)