હળવદના ચરાડવા ગામમાં સોમવારથી દસ દિવસ સુધી આંશિક લોકડાઉન

મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવતા ચરાડવા ગામની અંદર છેલ્લા દિવસોમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે ગ્રામ પંચાયત દ્વારા હાલમાં વેપારીઓ સાથે મિટિંગ કરીને ગામમાં આંશિક લોકડાઉન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે અને સવારથી લઈને બપોરના 2 વાગ્યા સુધી ગામની અંદર દુકાનો વેપાર-ધંધા માટે ખોલવામાં આવશે અને ત્યારબાદ ગામની અંદર આંશિક લોકડાઉન વેપારીઓ દ્વારા કરવામાં આવશે તેવું હાલમાં પંચાયતે જણાવ્યુ છે.
ચરાડવા ગ્રામ પંચાયત ખાતે આજે શાકભાજીના વેપારીઓ તેમજ અન્ય વેપારીઓની સાથે ગ્રામ પંચાયતના પદાધિકારીઓ અને સભ્યો સહિતનાની મીટીંગ રાખવામાં આવી હતી અને ત્યારે વેપારીઓ સાથે ચર્ચા કર્યા બાદ હાલમાં તારીખ ૧૧ એટલે કે સોમવાર થી લઈને તારીખ ૨૦ સુધી આંશિક લોકડાઉન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને વહેલી સવારથી લઈને બપોરના બે વાગ્યા સુધી ગામની અંદર વેપારીઓએ પોતાની દુકાનો ખુલશે અને ત્યારબાદ દુકાનો બંધ કરી દેવામાં આવશે આવી જ રીતે શાક માર્કેટની અંદર પણ બપોરના બે વાગ્યા સુધી વેપાર કરવાનું નિશ્ચિત કરવામાં આવેલ છે એટલે કે વેપારીઓ દ્વારા ગામના લોકોની સલામતી માટે થઈને આંશિક લોકડાઉન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે લોકોને સહકાર આપવા વિનંતી કરી છે.
રમેશ ઠાકાેર (હળવદ)