કડીના કમળાપુરા પ્રા.શાળા ખાતે શિક્ષકનો વિદાય સન્માન સમારંભ

કડી તાલુકાના કમળાપુરા પ્રાથમિક શાળામા શિક્ષક તરીકે ફરજ બજાવતા સિઘ્ઘરાજસિંહ ઝાલા ની ચારોલ પ્રા.શાળા ખાતે બદલી થતાં શનિવારે તેમનો વિદાય સન્માન સમારોહ યોજાયો હતો. કાર્યક્રમમા મહેસાણા જીલ્લા પંચાયત સદસ્ય અજયસિંહ જાડેજા, વિરમગામ ક્ષત્રિય કેળવણી મંડળ પ્રમુખ પ્રતાપસિંહ સોલંકી, જીલ્લા શિક્ષક સંઘના પ્રમુખ અશ્વિન પટેલ, મગુના સરપંચ દાનમાં ઝાલા, વિજયસિંહ સોલંકી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.