કડી શહેર 3 દિવસના સ્વયંભુ બંધના પગલે રહ્યું સજ્જડ બંધ

- બંધના પગલે રસ્તા સુમસામ નજરે પડ્યા
સમગ્ર જિલ્લા સહિત કડીમાં કોરોનાની બીજી લહેર ગતિ પકડી રહી છે ત્યારે શહેરમાં વેપારી એસોસિયેશન અને સરકારી અધિકારીઓ મળેલ બેઠકમાં ત્રણ દિવસ માટે આવશ્યક ચીજવસ્તુ સિવાયની દુકાનો સંપૂર્ણ બંધ જોવા મળી હતી. કડી શહેરમાં ત્રણ દિવસના સ્વંભુ લોકડાઉનની અસર કડીના બજારમાં જોવા મળી હતી.વેપારીઓએ સ્વંભુ લોકડાઉનમાં જોડાયા છે અને વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી કોરોના વાયરસ ની ચેન તોડવા અને સંક્રમણ રોકવા ના પ્રયત્નો માં જોડાયા છે.
કડી શહેરમાં શનિવાર રવિવાર અને સોમવાર એમ ત્રણ દિવસ બજારો બંધ રહેશે. જેમાં આજના દિવસે કડી માર્કેટયાર્ડ સહિત ત્રણ દિવસ બંધ રહેવાનો નિર્ણય પદાધિકારીઓ અને વેપારીઓ દ્વારા લેવામાં આવ્યો છે.શનિવારના રોજ કડીમાં બજાર આજના દિવસે બંધ રહ્યા છે જેથી માણસોની અવર જવર ના રહે તેમજ બજારો બંધ રહેવાથી 2 દિવસ બજારમાં ભીડ ભેગી ના થાય જેથી કોરોનાનું સંક્રમણ ઓછું ફેલાય. કડી બજારમાં પ્રાંત ઓફિસર કેતકીબેન વ્યાસ સવરથીજ એકલા કડીના બજારોમાં ટોળે વળતા લોકોને કોરોના અંતર્ગત સમજાવી ઘરે મોકલ્યા હતા તેમજ કડીની ભાગ્યોદય હોસ્પિટલની મુલાકાત લઈ ટ્રસ્ટીઓ ને મળી કોરોના અંતર્ગત જરૂરી સૂચનાઓ આપી હતી.
કડી નગરપાલિકા ધ્વારા કડીના અલગ અલગ વિસ્તારોમાં સેનેટાઇઝરનો છંટકાવ કરવામાં આવ્યો
કડી નગરપાલિકા ધ્વારા કડીના અલગ અલગ વિસ્તારોમાં સેનિટાઈઝરનો છંટકાવ કરવામાં આવ્યો હતો કડીમાં સંક્રમણ અટકાવવા માટે કડીના અલગ અલગ વિસ્તારો રાજીવનગર, શિકાગો પાર્ક,મણિપુર,લુહાર કુઇ જેવા વિસ્તારોમાં સેનેટાઇઝરનો છંટકાવ કરવામાં આવ્યો હતો.