મોરબીમાં રઘુવંશી કોવિડ આઈસોલેશન સેન્ટરનો આરંભ

મોરબીમાં રઘુવંશી કોવિડ આઈસોલેશન સેન્ટરનો આરંભ
Spread the love

મોરબી : મોરબીના રઘુવંશી સમાજના લોકોને કોરોન્ટાઈન થવાની યોગ્ય સગવડ ન હોય અથવા કોરોના પોઝીટીવ આવેલ હોય અને એમના ઘરમાં વડિલોને સંકમણ ન લાગે એ હેતુથી આઈસોલેટ થવું હોય તો મોરબી રઘુવંશી સમાજ દ્વારા કોવિડ આઈસોલેશન સેન્ટરની વ્યવસ્થા કરવામાં આવેલ છે.. જયાં દર્દીને રહેવા-જમવાની સાથે ઉત્કૃષ્ટ મેડીકલ ટ્રીટમેન્ટ પણ આપવામાં આવશે. એમ.ડી. ડોકટર્સ તેમજ નર્સિગ સ્ટાફ દ્વારા ખડેપગે દર્દીઓને વિનામુલ્યે સારવાર આપવામાં આવશે.

આ સેન્ટર આજે તા. 9 શુક્રવારથી લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે આઈસોલેટ થવા માંગતા દર્દીઓએ આવવાનું રહેશે. અન્ય તમામ માહિતી સ્થળ પરથી આપવામાં આવશે. સેન્ટરમાં દર્દી સિવાય અન્ય કોઈને પ્રવેશ આપવામાં આવશે નહીં. દર્દી સેન્ટર પર આવે ત્યારે દર્દીનું તેમજ તેને મુકવા આવનારનું આધાર કાર્ડ, દર્દીનો પોઝીટીવ રીપોર્ટ અને સીટી સ્કેન રીપોર્ટ, કોવિડ પ્રોફાઈલ રીપોર્ટ, અન્ય કરાવેલ રીપોર્ટસ, જરૂરી કપડાં અને ટુવાલ, કાયમી લેતા હોય તે દવાઓ અને કોઈ ડોક્ટરને બતાવેલ હોય તો તેની ફાઈલ સાથે લાવવાની રહેશે.

રીપોર્ટ : જનક રાજા, મોરબી

IMG-20210409-WA0026.jpg

Janak Raja

Janak Raja

Right Click Disabled!