મોરબીમાં ભાજપ આયોજિત કોરોના ટેસ્ટ કેમ્પમાં સતત બીજા દિવસે 174 લોકો કોરોના પોઝિટિવ !

મોરબીમાં ભાજપ આયોજિત કોરોના ટેસ્ટ કેમ્પમાં સતત બીજા દિવસે 174 લોકો કોરોના પોઝિટિવ !
Spread the love

મોરબી શહેરમાં સનાળા રોડ પર આવેલ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આજે બીજા દિવસે સવારથી જિલ્લા ભાજપ પરિવાર દ્વારા રેપિડ મારફતે કોરોના ટેસ્ટ કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું અને સવારના ૯ થી લઈને સાંજના ૬ વાગ્યા સુધીમાં કુલ મળીને ૧૦૫૮ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવે છે જેમાંથી ૧૭૪ લોકોને કોરોના પોઝિટિવ આવ્યો છે અને ગઇકાલે આ એક જ્સેંતર ઉપર ૧૮૬ લોકોને કોરોના પોઝિટિવ આવેલ હતો ત્યારે સરકારી આંકડો માટે ૪૦ નો હતો જે સાબિત કરે છે કે સરકારી આંકડા ખોટા છે

મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયાની આગેવાની હેઠળ હાલમાં મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે રેપિડ મારફતે લોકોના કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને છેલ્લા બે દિવસથી ત્યારે કોરોનાના લક્ષણો જણાતા હોય અથવા તો શંકાસ્પદ લાગતું હોય તે તમામ લોકો રેપિડ મારફતે પોતાના કોરોના ટેસ્ટ કરાવવા માટે થઈને આવી રહ્યા છે આજે સવારના ૯ વાગ્યાથી લઈને સાંજના ૬ સુધીમાં લોકોના રેપિડથી ટેસ્ટ કરવામાં આવે છે.

દરમિયાન હાલમાં જાણવા મળતી વિગત પ્રમાણે અત્યાર સુધીમાં ૧૦૫૮ લોકોના કોરોના રિપોર્ટ કરવામાં આવેલ છે જેમાંથી ૧૭૪ લોકોને કોરોના પોઝિટિવ આવ્યો છે જેથી તેઓને ૧૪ દિવસની દવા સાથે પોતાના ઘરની અંદર હોમ આઇસોલેટ રહેવા માટે કહેવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે ગઇકાલે મોરબી જિલ્લાની અંદર જુદી જુદી જગ્યાએ લગભગ ૪૩ જેટલાં સ્થળોએ જે ટેસ્ટ કરવામાં આવ્યા તેમાથી માત્ર માત્ર ૪૦ પોઝિટિવ બતાવવામાં આવેલ છે અને ગઇકાલે આ એક જ સેન્ટર ઉપર ૧૮૬ લોકોને કોરોના પોઝિટિવ આવેલ છે એટલે કે ક્યાકને ક્યાક સરકારી આંકડા ખોટા આવે છે તે વાતને નકારી શકાય તેમ નથી.

રીપોર્ટ : જનક રાજા, મોરબી

18-40-25-image_750x_606fdcafca634.jpg

Janak Raja

Janak Raja

Right Click Disabled!