મોરબી હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને પરિવારજનો માટે ટોકન દરે ભોજન સેવા

મોરબી હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને પરિવારજનો માટે ટોકન દરે ભોજન સેવા
Spread the love

મોરબી : મોરબીમાં કોરોના પ્રકોપ વચ્ચે સરકાર ભલે નિર્દય બની હોય પણ સેવાભાવી લોકો ઉદાર હાથે સેવા કરવા આગળ આવી રહ્યા છે મોરબીના બે વેપારી મિત્રો દ્વારા હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને પરિવારજનો માટે માત્ર 20 રૂપિયાના ટોકન દરે ભોજન વ્યવસ્થા ઉપલબ્ધ કરી છે. મોરબી શહેરમાં કોરોના કે અન્ય કોઈપણ કારણસર કોઇપણ વ્યકતિને મોરબી હોસ્પીટલમાં જવુ પડે તેમ હોય અને હોસ્પીટલના કામથી ત્યા રોકાવુ પડે તેમ હોય તેમના માટે બિલકુલ નજીવા દરે ફક્ત રૂ.20માં જમવાની વ્યવસ્થા જગદંબા સ્ટેશનરી, માધવ માર્કેટ, પટેલ છાત્રાલય રોડ, નવા બસ સ્ટેન્ડ પાસે, મોરબી દ્વારા કરવામાં આવી છે. વધુ વિગતો માટે બ્રિજેશ મહેતા, વ્યોમેશ મહેતા મોબાઈલ નંબર 925900400 અથવા 9099210000 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

મોરબીમાં રામાનંદી સાધુ સમાજના હોમ કોરોનટાઈન પરિવાર માટે ફ્રી ટીફીન સેવા
કોરોના કહેર સર્વત્ર જોવા મળી રહ્યો છે અનેક પરિવારના દરેક સભ્યો કોરોના સંક્રમિત હોય તેવી સ્થિતિમાં મોરબીમાં રામાનંદી સાધુ જ્ઞાતિ માટે ફ્રી ટીફીન સેવા શરુ કરવામાં આવી છે. કોરોના મહામારીમાં મોરબી શહેરમાં વસતા રામાનંદી સાધુ સમાજના હોમ કોરોનટાઈન હોય તેવા પરિવારોને બપોર અને સાંજે ફ્રી ટીફીન સેવા આપવામાં આવશે જે માટે જીતેશ કુબાવત મો ૯૮૭૯૫ ૨૬૬૯૯ પર સંપર્ક કરવા જણાવ્યું છે.

રીપોર્ટ : જનક રાજા, મોરબી

images-1.jpeg

Janak Raja

Janak Raja

Right Click Disabled!