અમરેલીમાં કોવીડ-19 દર્દીઓ માટે રેમડેસીવીર ઈન્જેકશનનો પૂરતો જથ્થો ઉપલબ્ધ : જિલ્લા કલેક્ટર

અમરેલીમાં કોવીડ-19 દર્દીઓ માટે રેમડેસીવીર ઈન્જેકશનનો પૂરતો જથ્થો ઉપલબ્ધ : જિલ્લા કલેક્ટર
Spread the love
  • અમરેલીમાં રેમડીસિવિર ઇન્જેક્શનની અછત અંગેની અફવાનું ખંડન કરતા જિલ્લા કલેક્ટર આયુષ ઓક

અમરેલી જિલ્લામાં કેટલાક લોકો દ્વારા સોશ્યલ મીડિયાના માધ્યમથી રેમડેસીવીર ઈન્જેકશનની અછત બાબતની વિવિધ અફવાઓ ફેલાઈ રહી છે ત્યારે આ અફવાઓનું ખંડન કરતા જિલ્લા કલેક્ટર આયુષ ઓકએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા સિવિલ હોસ્પિટલમાં દાખલ RTPCR પોઝિટિવ આવેલા હોય તેવા કોવીડ-૧૯ના દર્દીઓ માટે પૂરતા પ્રમાણમાં રેમડીસિવિર ઇન્જેક્શનનો જથ્થો આપવામાં આવ્યો છે. જિલ્લામાં કોવીડ-૧૯ દર્દીઓ માટે રેમડેસીવીર ઈન્જેકશનની અછત બાબતે જેટલી પણ અફવાઓ ઉડે છે એ તદ્દન પાયાવિહોણી છે.

વધુમાં, કલેક્ટરે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે ખાનગી મેડિકલ સ્ટોરમાં તેમજ જેટલા પણ નોન-કોવીડ-૧૯ દર્દીઓ કે જેમને અન્ય બિમારી માટે તબીબો દ્વારા રેમડેસીવીર ઈન્જેકશન પ્રિસ્ક્રાઈબ કરવામાં આવે છે તેઓ માટે આ ઈન્જેકશન હાલ ઉપલબ્ધ નથી. પરંતુ અમરેલી જિલ્લા આરોગ્ય તંત્ર પાસે પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. કોરોના સંક્રમણ સામે નાગરિકોની આરોગ્ય રક્ષા માટે અમરેલી આરોગ્ય વિભાગ પાસે પૂરતી સુવિધાઓ ઉપલબ્ધ છે તો દરેક નાગરિકોને આવી ખોટી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેક્ટરે અપીલ કરી હતી.

રિપોર્ટ : નિલેષ પરમાર

FB_IMG_1618062246185.jpg

Admin

Nilesh Parmar

9909969099
Right Click Disabled!