થરાદ તાલુકાના રાહ ગામે જમીન બાબતે ફરિયાદ
થરાદ તાલુકાના રાહ ગામ માં જમીન પડાવી લીધા ની ફરિયાદ નોંધાવવામાં આવી છે થરાદ તાલુકાના રાહ ગામે આવેલી જમીન જુના સવૅ નંબર ૯૬/૨ ની કોચલા ગામ નાં હરચંદજી પીરાજી પટેલ પાસે થી ૩.૦૪ હેક્ટર જમીન વેચાણ થી આઠ લાખની કિંમતની વેચાણથી વીકીભાઈ જે ફરીયાદી હીરાભાઈ હાલચંદભાઈ શાહ નાં દીકરાએ ૨૦૧૨ માં વેચાણ થી લીધી હતી તેમજ અન્ય કોચલા ગામનાં રહેવાસી ગણેશ ભાઈ પીરાભાઈ પટેલ પાસે થી વેચાણ થી લીધી હતી હક્ક પત્રકમાં નોધ પડી ગયેલી છે હાલ માં બન્ને જમીન નું એકત્રિકરણ કરીને કુલ જમીન ૪.૧૦ હેક્ટર થાય છે જેનો નવો સવે નંબર ૩૯૪ છે.
જે જમીન ને વાવવા માટે રાહ ગામના વજાજી માળીને આપી હતી બાદમાં જમીનમાં પ્લોટિગ કરવા માટે બિનખેતી કરવામાં આવી હતી. હીરાભાઈ શાહ ડીસા રહેતા હોવાથી જમીનમાં જેને ફેન્સિગ તાર દ્વારા કબજો કરી લીધો હતો. હીરાભાઈને જાણવા મળેલ કે તેમની પૂર્વ દિશામાં રહેતા પાડોશી વિરૂધ્ધ કાર્યવાહી કરવા ફરીયાદ નોંધાવી હતી જોકે અવાર નવાર ખાલી કરવા નું કહેતા તેઓ એ કોટૅ ડીસા માં ગયાં હતાં અને જેમાં કોટૅ દ્વારા નીચલી અદાલતનો હુકમ માન્ય રાખ્યો હતો. પ્લોટનાં માલિક ખેતરમાં ઓરડી બનાવવા જતાં પુવૅ વિસ્તારમાં રહેતા પાડોશી ઓ દ્રારા જમીન અમારી છે કરતા અમે નિકળી ગયા અને તેમનાં વિરોધમાં ફરીયાદ નોંધાવી હતી.
રિપોર્ટ : જનકસિહ વાઘેલા (થરાદ)