હળવદ : લોકો મરી જાય પછી તેવો મેસેજ સોશ્યલ મીડિયા વાયરલ થયો…?

- હળવદ નાં ધારાસભ્ય પૂર્વ મંત્રી અને જીલ્લા પંચાયત ના પ્રમુખ ક્યાં ખોવાઈ ગયા કોવિડ સેન્ટર કયારે ચાલુ થશે લોકો મરી જાય પછી તેવો મેસેજ સોશ્યલ મીડિયા વાયરલ થયો
સમગ્ર જિલ્લામાં કોરોના હાહાકાર મચાવી દીધો છે ત્યારે હળવદમાં છેલ્લા 10 દિવસમાં સરકારી હોસ્પિટલ અને 15 ખાનગી હોસ્પિટલમાં 12000 થી 13000 લોકો ઓ તાવ શરદી ઉધરસ વાયરલ ઈન્ફેક્શન ની બીમારીમાં સપડાયા છે તેમાંથી ઘણા બધા દર્દી ઓ કોરોના પોઝિટિવ મા સપડાયા હળવદમાં કોવિડ સેન્ટર ન હોવાના કારણે સુરેન્દ્રનગર મોરબી જામનગર જવું પડે છે ત્યારે હળવદમાં ઘણા સમયથી હળવદ તાલુકાની પ્રજા પીડાઇ રહી છે ત્યારે હળવદ ના પૂર્વ ધારાસભ્ય અને ચાલુ ધારાસભ્ય અને જિલ્લા પંચાયતના પ્રમુખ ક્યાં ખોવાઈ ગયા તેવા મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયાે હળવદ ની પ્રજા મરી જાય પછી જાગશો અને હળવદમા કોવિડ સેન્ટર કયારે ચાલુ કરાવશો તેવો મેસેજ સોશ્યલ મીડિયા ફરતા થયો હતો .
મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં કોરોના એ માથું ઉચક્યું છે
ત્યારે હળવદ સરકારી હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં છેલ્લા 10 દિવસમાં 12 થી 13 હજાર દદીઓ તાવ શરદી ઉધરસ બીમારીમાં સપડાયા છે ત્યારે હાલ કોરોના પોઝિટિવ સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે ત્યારે કોરોના પોઝિટિવ કેસ માં સપડાતા દર્દીઓને સુરેન્દ્રનગર મોરબી જામનગર રાજકોટ જેવા શહેરોમાં જવું પડે છે ત્યારે ઘણા સમયથી સ્થાનિક લોકોની માંગ હોવા છતાં કોવિડ સેન્ટર શરૂ નહીં થતા પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે અને હળવદ ધ્રાગધ્રાના ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા પૂર્વ પંચાયત મંત્રી જયંતીભાઈ કવાડિયા .જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ શિહોરા કયારે જાગશે તેવોઓ સોશિયલ મીડિયામાં મેસેજ ફરતો થયો હતો.
હળવદની પ્રજા કોરોના બીમારીમાં સપડાઈ છે ત્યારે તમો હળવદમાં કોવીડ સેન્ટર શરૂ કરાવી શકતા નથી ત્યારે કોવીડ સેન્ટર શરૂ ક્યારે કરશો પ્રજા મરી જાય પછી ચાલુ કરાવશો તેઓ સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થયો હતો આમ હળવદમાં સોશિયલ મીડિયામાં વાયરલ થતાં હળવદમાં ચર્ચાનો વિષય બની ગયો હતો આ અંગે ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા ને પૂછતા તેઓએ જણાવ્યું કે આજ સાંજ સુધીમાં હળવદની મોડેલ સ્કૂલમાં હોસ્ટેલમાં જ વિદ્યાર્થી છે ત્યારે અન્ય જગ્યાએ વ્યવસ્થા કરીને આવતી કાલ સુધીમાં કોવિડ સેન્ટર આવતીકાલ સુધીમાં શરૂ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
રમેશ ઠાકોર (હળવદ)