ડભોઇ કોંગ્રેસ જિલ્લા મહામંત્રી તથા સામાજિક કાર્યકર કાંતિભાઈ મહેતાનું નિધન

ડભોઇ ના કોંગ્રેસ પક્ષ ના જિલ્લા મહામંત્રી અને લોકલાડીલા કાંતિભાઈ મહેતા નું ગત રોજ કોરોના ના કારણે નિધન થતા પરિવાર તેમજ ડભોઇ કોંગ્રેસ તથા મિત્રવર્તુળ માં ઘેરા શોક ની લાગણી જોવા મળી હતી.કાંતિભાઈ મહેતા લગભગ 40 વર્ષ થી સક્રિય રાજકારણ માં હતા.અને નાના થઈ લઇ મોટા તમામ કાર્યકરો તેઓને નેતાજી ના હુલામણા નામ થી બોલાવતા હતા.કાંતિભાઈ મહેતા કોંગ્રેસ માં જિલ્લા થી લઈ પ્રદેશ સુધી લગભગ તમામ નેતા તથા કાર્યકરો ના સંપર્ક માં રહેતા હતા.તેમના મળતાવડા સ્વભાવ ને કારણે દરેક વ્યક્તિના દિલમાં આગવું સ્થાન ધરાવતા હતા.
આ સાથે જ તેઓ ખૂબ સારા વક્તા પણ હતા.છેલ્લા 4 ટર્મ થી સતત તેઓએ જિલ્લા મહામંત્રી તરીકે કોંગ્રેસ પક્ષ માં સેવા આપી હતી.ગતરોજ તેઓના નિધન ના સમાચાર ડભોઇ ગામ માં વાયુ વેગે પ્રસરતા તમામ કાર્યકરો અને મીત્ર વર્તુળ દ્વારા સોસીયલ મીડિયા પર તેઓને શ્રદ્ધાંજલિ આપતા પોસ્ટ મૂકી હતી.આ સાથે જ ડભોઇ ના હાલ ના ભારતીય જનતા પાર્ટી ના ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા(સોટ્ટા) તેમજ કોંગ્રેસ ના માજી ધારાસભ્ય સિદ્ધાર્થભાઈ પટેલ દ્વારા કાંતિભાઈ મહેતા ને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.