ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન યુથ વિંગ અમરેલી દ્વારા વર્લ્ડ “મેમણ ડે” ની ઉજવણી

૧૧ એપ્રિલ વર્લ્ડ મેમણ ડે તરિકે ઉજવામાં આવેલ છે અને આખા વર્લ્ડ માં માનવામાં આવે છે ત્યારે અમરેલી માં ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન યુથ વિંગ અમરેલી દ્વારા અમરેલી ખાતે પણ ઉજવામાં આવો આ દિવસે સેવા ના કામો કરવામાં આવે છે અને જરૂયાતમંદ લોકો સુધી પહોંચી મદદ કરવા નો હેતુ છે આ મોકા પર અમરેલી યુથ વિંગ દ્વારા અમરેલી ના જરૂયાત મંદ લોકોને ૧૧૦ પરિવાર ને રાશનકીટ આપેલ હતી અને બહાર પરા ખાતે ચાલતું લંગર ખાને મુલાકત લઇ ત્યાં ફકીર, સાધુ-સંતો અને ગરીબો ને ફૂડ પેકેટ વિતરણ કરવામાં આવેલ હતું અને સરકારશ્રીની ગાઈડ લાઈન પ્રમાણે માસ્ક અને સોશ્યિલ ડિસ્ટન્સીન્ગનું પાલન કરવામાં આવું હતું.
આ કામની ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન પ્રમુખ હાજી ઈકબાલ ઓફિસર, સૌરાષ્ટ્રના ઉપપ્રમુખ ફારૂકભાઈ સુર્ય, સૌરાષ્ટ્ર યુથ કન્વીનર યાસીનભાઈ ડેડા ટેલિફોનક કામ ની સરાહના કરી હતી અને અમરેલી ની પ્રજા માટે વધુ કામ થાઈ તેવી હાકલ કરી હતી.આ કાર્ય ક્રમ ને સફળ બનાવવા માટે ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન ઝોનલ સેક્રેટરી હાજી યુનુશભાઈ દેરડીવાલા, ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન યુથ ચેરમેન અજીમ લાખાણી, વસીમ ધાનાણી, અફઝલ સાકરીયા, સરફરાજભાઈ નગરિયા, રિયાઝ ધાનાણી, આસિફભાઇ નગરિયા, અસ્લમભાઇ સાયા, અસ્ફાક ધાનાણી, સાજીદભાઈ બકાલી, રિઝવાન કાંધલ, સલીમભાઇ ઘોઘારી, અક્રમ કલીમલી, અફરીદ સાકરીયા હાજર રહિયા હતા અને અમરેલી મેમણ સમાજ નો સાથ–સહકાર જોવા મળેલ હતો.