આ તે કેવો પ્રેમ : મોરબીમાં માતાની ઉપરવટ થઇને પ્રેમી સાથે ભાગેલ તરૂણીએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ..!

મોરબીમાં રહેતા એક મહિલાને સંતાનમાં ત્રણ દીકરીઓ છે અને પતિ હયાત ન હોય ત્રણ દીકરીઓ પૈકીની એક દીકરીએ તરૂણાવસ્થામાં જ અન્ય કોઈ યુવકની સાથે પ્રેમ સંબંધ બાંધ્યો હતો અને ઘર છોડીને ચાલી નીકળી હતી..! જો કે માઁ તો માઁ છે તરછોડીને જતી રહેલ દિકરીને શોધી હતી અને પરત ઘરે લાવવા પ્રયત્નો કર્યા હતા. જોકે આજના સંતાનો પરિવારના કહ્યામાં જ ન હોય તે રીતે માતાની લાગણીને પણ અવગણીને યુવતીએ માતાની સામે જ આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો જેથી માતાએ અભયમ ૧૮૧ ને જાણ કરતાં ૧૮૧ ની ટીમે કાઉન્સેલિંગ કરીને યુવતીને ઘરે પરત મોકલી હતી.
મોરબી અભયમ ૧૮૧ ની ટીમને એક મહિલાનો ફોન આવ્યો હતો કે તેમની દીકરી સતત આપઘાતની વાતનું રટણ કરે છે. જેથી કાઉન્સિલર પલ્લવીબેન વાઘેલા અને કોન્સ્ટેબલ વિલાસબેન સહિતનો સ્ટાફ મબિલાને ત્યાં પહોંચ્યો હતો. હકીકત જાણી તે દરમિયાન ખુલ્યુ હતુ કે તરૂણી એક તરૂણના પ્રેમમાં છે..! જે વાતની માતાને ખબર પડી જતા માતાએ તેની દિકરીને સમજાવી હતીકે આ પ્રેમ કરવાની ઉમર નથી બાદમાં તરૂણી પ્રેમી સાથે ભાગી હતી..! છતા માતાએ પીંછો કરીને દિકરીને શોધી કાઢી હતી.પરંતુ તરૂણી સતત આત્મહત્યાના પ્રયાસો કરતી હોય મહિલાએ ૧૮૧ નો સહારો લીધો હતો.
સ્થળ પર પહોચીને ૧૮૧ ની ટીમે યુવતીનું કાઉન્સેલીંગ કર્યુ હતુ અને સમજાવી હતી કે આ ઉંમર પ્રેમ કરવાની નહિ ઉચ્ચ અભ્યાસ કરી કેરિયર બનાવવાની છે. આમ યુવતીના મગજમાં ચડી ગયેલ પ્રેમ અને આપઘાતના વિચારોથી તેણીને મુકત કરાવી હતી. વધુમાં અભયમ ૧૮૧ ના જણાવ્યા મુજબ તરૂણીને પિતાની છત્ર છાંયા પણ નથી અને ભાઈનો સહારો પણ નથી ઉપરાંત ચાર બહેનો હોય માતા ઉપર આવી પડેલી આફતમાંથી અભયમની ટીમે માતાને મદદ કરી યુવતીને આપઘાત કરતા અટકાવી હતી.હાલ તરૂણીની માતાએ મોરબી છોડીને પોતાના વતન રવાના થઇ ગયેલ છે.
રીપોર્ટ : જનક રાજા (મોરબી)