થરાદ ધારાસભ્યએ કરી રેમડેસિવિર ઇંજેક્શનની માંગ

બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથક નાં સક્રિય થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે આજે નાયબ પ્રધાન અને બનાસકાંઠા કલેક્ટરને લખ્યો પત્ર. કોરોનાના દર્દીઓ માટે રેમડેસિવિર ઇન્જેક્શન બનાસકાંઠાની તમામ સરકારી હોસ્પિટલ તેમજ પ્રાઇવેટ હોસ્પિટલ માટે ઉપલબ્ધ કરવા પત્ર દ્વારા માંગ કરી છે જોકે થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે જણાવ્યું કે કોરોનાને લગતી અન્ય દવા કે રેમડેસિવિર ઇજેક્સનની કમીના કારણે કોઈ વ્યક્તિનો જીવ જશે તો જવાબદારી સરકારની રહેશે. તતાકાલિક ધોરણે બનાસકાંઠામાં રેમડેસીવીર ઈજેક્સનનો પ્રયાપ્ત જથ્થો ઉપલબ્ધ કરવાની માંગ કરી હતી.પાલનપુર સિવિલ હોસ્પિટલમાં પુરતો જથ્થો નાં હોવાનું ફોન પર જાણ્યું હતું. કોરોના કેસ માં થતો વધારા ની સામે લડવા પુરતી દવા મળવી જરૂરી છે.
રિપોર્ટ : જનકસિહ વાઘેલા (થરાદ)