ખેડબ્રહ્મા : ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતી ઉજવાઇ

ભારત રત્ન, વિશ્વ વિભૂતિ,સિમ્બોલ ઓફ નોલેજ અને બંધારણના ઘડવૈયા એવા ડો.ભીમ રાવ આંબેડકર ની130 મી જન્મ જયંતી નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. સૌપ્રથમ પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ખેડબ્રહ્મા મામલતદાર જી.ડી. ગમાર , નગરપાલિકા ચીફ ઓફિસર કલ્પેશભાઈ ભટ્ટ,
પીએસઆઇ શ્રી વી.બી.પટેલ, નગરપાલિકા કારોબારી ચેરમેન પ્રવિણસિંહ, નગરપાલિકાના સદસ્યો, ભારતીય જનતા પાર્ટી ના હોદ્દેદારો, ભીમસેના ખેડબ્રહ્મા ના યુવા મિત્રો, ખેડબ્રહ્મા નગરપાલિકાના કર્મચારીઓ, સેનેટરી ઇસ્પેક્ટર નરેન્દ્રસિંહ, પત્રકાર એસોસિયેશનના પ્રમુખ ધીરુભાઈ પરમાર, પત્રકાર કુંજન દિક્ષિત તથા ખેડબ્રહ્મા નગરના અગ્રણી નાગરિકો ઉપસ્થિત રહી ડોક્ટર બાબાસાહેબની પ્રતિમાને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.
સાથે કારોબારી ચેરમેન પ્રવિણસિંહ અને ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે ડો.બાબા સાહેબ ની પ્રતિમા નેં કોઈ નુકસાન ન પહોંચાડે તે માટે સીસીટીવી કેમેરા લગાવવાની સાથે પ્રતિમાની ઉપરના ભાગે ગોળ છત્રી અને મોટો લેમ્પ સાથે ઉપર ચડવાના ભાગે સીડી બનાવવાની વાત કરી હતી. બાબાસાહેબ અમર રહો અને બાબાસાહેબે કરેલા કાર્યો આમ જનતા સુધી પહોંચે સાથે કોરોના મહામારીમાં લોકો સોશિયલ distance જાળવી અને ફરજિયાત માસ્ક પહેરે અને વહીવટી તંત્રને લોકો સહકાર આપે તેવો શુભ સંદેશ ચીફ ઓફિસર કલ્પેશ ભટ્ટ અને ભીમસેના ના યુવા મિત્રો એ આપ્યો હતો. કોરોના મહામારી માં સોશ્યલ distance અને ફરજિયાત માસ્ક સાથે આ કાર્યક્રમ યોજાયો હતો. નગર પાલિકા વહીવટી તંત્ર અને સફાઇ કામદારોએ આ કાર્યક્રમ માટે જહેમત ઉઠાવી હતી.
ધીરુભાઈ પરમાર (ખેડબ્રહ્મા)