રાજુલા ધારાસભ્ય શ્રી અંબરીશભાઈ લોકોને આપેલા વચનોમાંથી વધુ એક વચન પૂર્ણ

- વાત છે.. લોકોને આપેલા વચનો પ્રમાણિકતાથી પૂર્ણ કરવાની
રાજુલા તાલુકાના સેવક ધારાસભ્ય શ્રી અંબરીશભાઈ ડેર દ્વારા આપેલા વચનોમાંથી વધુ એક વચન એટલે કે જાફરાબાદથી રાજુલા રોડ નવો બનાવવાનું કામ પૂર્ણ થવાની તૈયારીમાં છે. વર્ષો બાદ જાફરાબાદ શહેર તથા ગ્રામ્ય વિસ્તારોનાં લોકોમાં આનંદની લાગણી ફેલાઈ છે. ચૂંટણી સમયે વચનો આપવા સહેલાં હોય છે પરંતુ તેને પૂરાં કરવા અઘરા હોય છે પરંતુ રાજુલા જાફરાબાદ ખાંભા મતવિસ્તારના સેવક ધારાસભ્ય શ્રી અંબરીશભાઈ ડેર દ્વારા આપેલ તમામ વચનો પૂર્ણ કરવા માટે ઈમાનદારી અને પ્રમાણિકતાથી પ્રયત્નો થઈ રહ્યાં છે અને ધણાં વચનો પૂર્ણ પણ કર્યો છે તે સરાહનીય વાત છે.