ડભોઇ : સરિતા ફાટક પાસે નગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સૂનની કામગીરીની શરૂઆત

ડભોઇ : સરિતા ફાટક પાસે નગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સૂનની કામગીરીની શરૂઆત
Spread the love

ડભોઇ નગરપાલિકા દ્વારા સરિતા ફાટક પાસે પ્રિ મોન્સૂન ની કામગીરી ની શરૂઆત કરવામાં આવી હતી. જે ભાગરૂપે પાણીનો નિકાલ કરવા માટે નાળાની પાઇપ લાઈનો જે કચરાના ઢગલા થી જામ થઈ ગઈ હતી તેને સાફ કરી પાણી નો નિકાલ થાય તે રીતે સાફ કરવામાં આવી હતી. આવનારા દિવસો માં ચોમાસુ આવનાર હોઈ ડભોઇના છેવાડે આવેલ સોસાયટી વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી સ્થાનિક પ્રજાને ખૂબ હાલાકી વેઠવાનો વારો આવે છે. જેમાં ખાસ કરીને આયુષ સોસાયટી, સરમનપાર્ક, આશીર્વાદ સોસાયટી તેમજ તેની આસપાસની સોસાયટીઓમાં પાણીનો નિકાલ બરાબર ન હોવાથી ચોમાસામાં તેઓના ઘરમાં પાણી ભરાઈ જવાના બનાવ બનતા હોય છે. આજરોજ પ્રી મોન્સૂન કામગીરીની શરૂઆત થતા પાણીનો નિકાલ થાય તે માટે પાણીના નિકાલની કાસની સાફસફાઈ કરવામાં આવી હતી અને નાડાની નીચેના પાઇપ લાઇનને ચોખ્ખું કરી સાફસફાઈ કરવામાં આવી હતી.

IMG-20210426-WA0011.jpg

Avatar

ચિરાગ તમાકુવાલા

Right Click Disabled!