હળવદ સિવિલ હોસ્પિટલ ખાતે 10 બેડ ઓક્સિજનવાળા વધારો કરી ચાલુ કરવામાં આવ્યા

આજે હળવદ સિવિલ હોસ્પિટલ ખાતે ૧૦ બેડ ઓક્સિજન વાળા વધારો કરી ચાલુ કરવામાં આવ્યા હાલે હળવદ સરકારી હોસ્પિટલમાં ખાતે ૧૮ બેડ ઓક્સિજન વાળા ચાલુ થઈ ગયેલ છે. આ તકે ધારાસભ્ય શ્રી પરસોત્તમભાઈ સાબરીયા સાહેબ, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા મહામંત્રી જિલ્લા રણછોડભાઈ દલવાડી, હળવદ શહેર પ્રમુખ કેતનભાઈ, આગેવાન વિપુલભાઈ પટેલ, હિતેશભાઈ પટેલ ,અશોકભાઈ ભાઈ તેમજ અન્ય આગેવાનો એ જહેમત ઉઠાવી હતી તેમજ હળવદ સિવિલ હોસ્પિટલમાં ધારાસભ્ય દ્વારા ઓક્સિજન સિલિન્ડર તેમજ ઓક્સિજન કિટ સ્વ ખર્ચે અર્પણ કરી.