ડભોઇ તાલુકામાં વાદળછાયા વાતાવરણથી ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું

ડભોઇ તાલુકામાં વાદળછાયા વાતાવરણથી ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું
Spread the love

ડભોઇ તાલુકામાં આજરોજ વહેલી સવારથી અચાનક વાતાવરણ માં પલટો આવતા વાદળછાયું વાતાવરણ થતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. એક તરફ ખેડૂતોનો ડાંગર, જુવાર તથા અન્ય ઉભો પાક તૈયાર છે જયારે કેટલાક ખેડૂતો એ ડાંગર ઉતારી રાખી છે. આજ અચાનક વાદળ છાયા વાતાવરણ બાદ સામન્ય છાંટા પડતા ખેડૂતોને ઉભો પાક બગડી જવાની ભીતિ સેવાયી રહી હતી અને જે ખેડૂતોએ પાક ઉતારીને રાખ્યો હતો તેઓ એ તાડપત્રી ઢાંકી પોતાના પાક ને બચાવવાની તૈયારી કરી હતી.

ભરઉનાળે માવઠું થતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી હતી. હાલ ઘણી જગ્યાએ ખેડૂતો દ્વારા ડાંગર તથા અન્ય પાક તૈયાર થતા ઉતારવાનું કામ ચાલી રહ્યું છે. દિવસ રાત મહેનત કરી ખેડૂત દ્વારા પાક તૈયાર કરવામાં આવે છે પકવેલ પાક વરસાદનું માવઠું થાય તો ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી નાખે છે જેનું આર્થિક નુકશાન ખેડૂત ને વેઠવાનો વારો આવે છે. જેથી કરીને ભર ઉનાળે વાદળછાયું વાતાવરણ થાય તો ખેડૂતની ચિંતા સ્વાભાવિક છે. આજરોજ થયેલ વાદળછાયા વાતાવરણ બાદ વરસાદ ન પડતા ખેડૂતો એ હાશકારો અનુભવ્યો હતો.

IMG-20210427-WA0013.jpg

Avatar

ચિરાગ તમાકુવાલા

Right Click Disabled!