સુરતમાં માનવતા જ પ્રથમ ધર્મનું એક ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું

સુરતની વર્તમાન પરિસ્થિતિથી જાણકાર છીએ કોરોનાનાં સારવાર માટે જરૂરી દરેક વસ્તુની અછત ઊભી થઈ રહી છે અને ખાસ કરીને પ્લાઝમા જે કોરોનાની સારવાર લઈને સ્વસ્થ થયા હોય તેનું પ્લાઝમાં કોરોનાનાં દર્દીને આપવામાં આવે તો તે વ્યક્તિ ઝડપથી સ્વસ્થ થઇ શકે છે એવો જ એક કિસ્સો આજે અમારા ગ્રુપમાં એક ગર્ભવતી મહિલા જે કોરોનાનાં દર્દી છે એમને પ્લાઝમાં બ્લડની જરૂરિયાત ઊભી થઈ હતી.
સોશીયલ આર્મી ગ્રુપ તથા રોટ્રેકટ ક્લબ સુરત ઈસ્ટનાં ગ્રુપમાં મેસેજ મળતાં ગ્રુપનાં સભ્ય દ્વારા શહેરના જાણીતા આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલનાં ડિરેકટર મહેશભાઈ રામાણીનો સંપર્ક કરતાં તરત જ પ્લાઝમાં દાન માટે તૈયાર થયા અને ગર્ભવતી મહિલાને પ્લાઝમાં બ્લડનું દાન આપીને એક સાથે બે જીવને સ્વસ્થ કરવા માટે નિમિત બન્યાં હતાં અને અન્ય લોકોને પણ પ્લાઝમાં લ્લડ દાન માટે અપીલ કરવામાં આવી હતી. આ મહેશભાઈ રામાણીએ પ્લાઝમાંનું દાન કરીને સમાજને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.