વડાલી શહેરમાં એક સપ્તાહ માટે લોકડાઉનનો લેવાયો નિર્ણય
સાબરકાંઠા જિલ્લાના વડાલી શહેર ની નગરપાલિકા ખાતે વેપારી મહામંડળ અને અસોસિએશન ની બેઠક મળી જેમાં હાલમાં કોરોના વાયરસની મહામારી ફરી એક વાર જોર પકડયુ છે ત્યારે સતત કેસો માં વધારો થઈ રહ્યો છે અને વધુ સંક્રમણના ફેલાઈ, ત્યારે આજે વડાલી નગરપાલિકા અને વેપારી અસોસિએશનની બેઠક આજે વડાલી મામલતદારની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. જેમાં વડાલી તાલુકા વહીવટી તંત્ર તથા લાયઝન ઓફિસર અને પશુપાલક નિયામકશ્રી સહીત અધિકારીની ઉપસ્થિતિમાં વડાલી શહેરના વેપારી મહામંડળ તથા છૂટક લારી ગલ્લા ધારકો સાથે થયેલ બેઠકમાં ગલ્લા સંપૂર્ણપણે બંધ રાખવા તમામ વેપારી એસોસી એશન દ્વારા સ્વૈછિક સંમતિ આપવામાં આવી છે.
એક સપ્તાહનું લોકડાઉન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે તારીખ: 2/05/2021 થી તારીખ: 8/05/2021 સુધી લોકડાઉન રહેશે. જેમાં તમામ દુકાનો, મોલ, લારી ગલ્લા સંપૂર્ણ પણે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે, જેમાં નીચે મુજબ ના સમય મુજબ આવશ્યક ચીજ વસ્તુઓ જેવી કે દૂધ શાકભાજી ફળ ફાળદી વિગેરે વિતરણ કરવાનો સમય સવારે 6:00 થી 9:00 કલાક સુધી નો રહેશે તથા મેડિકલ સ્ટોર્સસંપૂર્ણ પણે ખુલ્લા રહેશે, કોરોના સંક્રમણ રોકવા લેવાયો મોટો નિર્ણય…
રિપોર્ટ : કિરણ ખાંટ (વડાલી)