સુરત : હોસ્પિટલનાં મુખ્ય ગેટમાંથી પ્રવેશવા નહીં દેવાતાં સગર્ભાએ એક કિ.મી. ચાલવું પડ્યું

સુરતમાં કોરોનાની મહામારી એ એક બાજુ આખું જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે તો બીજી બાજુ સારવારને લઈને નવી સિવિલ હોસ્પિટલ ની સ્થિતિ અને વ્યવસ્થા એકદમ ગંભીર થઈ ગઈ છે પહોંચી ગયો હતો સિવિલ હોસ્પિટલ ના ગેટ બંધ કરી દેવામાં આવ્યાં છે આ વચ્ચે પાંડેસરાની ગર્ભવતી મહિલા સિવિલ નાં મેઈન ગેટ પર પહોંચી હતી ત્યારે મુખ્ય ગેટ માંથી સિક્યુરિટી ગાર્ડે તેને અંદર પ્રવેશવા દેઘી ન હતી ત્યારે મજબૂરીશશ આ મહિલા ચાલતાં ચાલતાં લગભગ એક કિલોમીટર સુધી ચાલીને બીજા ગેટ થી અંદર પ્રવેશી હતી સૂત્રો પાસે મળતી માહિતી મુજબ પાંડેસરા પિયુષ પોઈન્ટ પાસે રહેતી ૩૦ વર્ષીય આરતી લવકુશ વિશ્વકર્મા ૬ મહિનાની ગર્ભવતી છે અગાઉ તેને સંતાનમાં એક પુત્ર છે.
જ્યારે પતિ એમ્બ્રોઇડરીનાં કારખાનામાં કામ કરે છે ગત શુક્રવારે સિવિલ હોસ્પિટલમાં તપાસ કરાવ્યા બાદ ડોક્ટરે તેને શનિવારે આવવા માટે જણાવ્યું હતું જેથી આજે ફરી તપાસ માટે પહોંચી ત્યારે સિક્યુરિટી ગાર્ડે તેને અંદર જવા મનાઇ ફરમાવી દીધી હતી જેથી ગર્ભવતી મહિલા બીજા ગેટ તરફ જવા માટે મજુરાગેટ ચાર રસ્તા થી આગળ સિવિલના બીજા નંબરનાં ગેટ તરફ પગપાળા ગઈ હતી અને ત્યાંથી નવી સિવિલ હોસ્પિટલમાં પ્રવેશ કર્યો હતો. મેઈન ગેટ થી અંદરનું લગભગ એક કિલોમીટર અંતર છે કાળઝાળ ગરમીમાં ચાલતાં જવાથી જે પરસેવે રેબઝેબ થઇ ગઇ હતી અને શ્વાસ પણ ફૂલવા લાગ્યો હતો એકદમ દયનીય અને કફોડી સ્થિતીમાં તે ગેટ નંબર બે સુધી પહોંચી અને પછી ત્યાંથી નવી સિવિલ હોસ્પિટલમાંની અંદર ગઈ હતી અને ડોક્ટરી ચેક અપ કરાવ્યું હતું.
રીપોટ : ક્રિશાંગ ગાંજાવાલા (સુરત)