ભાવનગર : જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ડો.ભરત કાનાબારનો પ્રદેશની ટીમમાં સમાવેશ

ભાવનગર : જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ડો.ભરત કાનાબારનો પ્રદેશની ટીમમાં સમાવેશ
Spread the love
  • ભાવનગર જિલ્લા ભાજપના પ્રભારી તરીકે નિમણૂંક

અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને અગ્રણી તબીબ ડો. ભરત કાનાબારનો, ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી. આર. પાટીલ દ્ધારા પ્રદેશના સંગઠનના માળખામાં સમાવેશ કરાયો છે. ડો. કાનાબારને ભાવનગર જિલ્લા ભાજપના સંગઠનના પ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. ડો. કાનાબાર આ અગાઉ ર૦૧૦ થી ર૦૧૩ સુધી અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે, ર૦૧૪ થી ર૦૧૬ સુધી ગુજરાત ભાજપની પ્રદેશ કારોબારીના સદસ્ય તરીકે, ગુજરાત પ્રદેશ ભાજપના મીડીયા સેલની ટીમમાં તેમજ ર૦૧૭ ની વિધાનસભાની ચુંટણીમાં, ગુજરાત ભાજપના ચુંટણી ઢંઢેરાની સમિતિમાં જવાબદારી નિભાવી ચુકયા છે. ડો. કાનાબારે ર૦૧૪ થી ર૦૧૬ સુધી જૂનાગઢ મહાનગરના સંગઠનના પ્રભારી તરીકે જવાબદારી સંભાળી હતી.

આ ઉપરાંત ડો. કાનાબાર ર૦૧પમાં જુનાગઢ જિલ્લા પંચાયતની ચુંટણીમાં ચુંટણી નિરીક્ષક તરીકે, ર૦૧પમાં જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચુંટણીમાં નિરીક્ષક તરીકે, ર૦૧૭ની ધારાસભાની ચુંટણીમાં ગઢડા અને બોટાદ વિધાનસભા બેઠકના ચુંટણી નિરીક્ષક તરીકે અને હમણાં ગયેલ સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચુંટણીમાં પણ નિરીક્ષક તરીકે ફરજ બજાવી ચુકયા છે. સોશીયલ મીડીયામાં ખુબજ સક્રિય એવા ડો. કાનાબાર દ્ધારા તેમના ટવીટર હેન્ડલ પરથી સાંપ્રત પરિસ્થિતિ અને સ્થાનિક સમસ્યાઓ પર ખુબજ રસપ્રદ મુદ્દાઓ ઉઠાવતા રહે છે અને ભારતના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, કેન્દ્રીય મંત્રી રૂપાલા , મનસુખભાઈ માંડવીયા સહિત અનેક અગ્રણીઓ ડો.કાનાબારને ટવીટર પર ફોલો કરે છે.

FB_IMG_1619844470599.jpg

Admin

Nilesh Parmar

9909969099
Right Click Disabled!