ડભોઇ તાલુકા ના પાંચ ગામો માં કોરોના દર્દીઓ માટે આઇસોલેટ સેન્ટર ની શરૂઆત
ડભોઇ ના ધારાસભ્ય તેમજ આરોગ્ય વિભાગ ના સહયોગ થી આજથી શરૂઆત
હાલ દિવસે ને દિવસે કોરોના નો કહેર વધી રહ્યો છે.ઉપરાંત કોરોના નું સંક્રમણ શહેરો માં થી હવે ગામડાઓ તરફ વધી રહ્યું છે.ગ્રામ્ય વિસ્તારો માં મોટી સંખ્યા માં લોકો કોરોના સંક્રમિત થયા હોવાનું જોવા મળી રહ્યું છે.દરેક મોટા શહેરો માં કોરોના દર્દીઓ માટે જગ્યા નો અભાવ હોવાથી દર્દીઓ ને સારવાર માટે ભટકવું પડી રહ્યું છે.તેવા સંજોગો માં ગ્રામપંચાયતો સક્રિય થઈ છે.જે અનુસંધાન માં આજરોજ ડભોઇ તાલુકા ના થુવાવી,સાઠોદ,ભીલપુર,ચાણોદ,તેમજ કાયાવારોહ ગામ માં આઇસોલેશન સેન્ટર ચાલુ કરવામાં આવ્યા હતા.જ્યાં દરેક સેન્ટરો પર 15 થી 20 જેટલા બેડ ની સુવિધા સાથે સેન્ટરો શરુ કરવામાં આવતા ગ્રામજનો માં ખુશી ની લાગણી જોવા મળી હતી.જે પૈકી કોરોના સંક્રમિત દર્દીઓ ને પ્રાથમિક સારવાર માટે પોતાના ગામ માં જ સારવાર મળી રહેશે .ઉપરાંત 14 દિવસ આઇસોલેટ થવા માટે સુંદર સગવડ સાથે ડોક્ટર ની દેખરેખ હેઠળ સેન્ટર માં દાખલ થવા ની વ્યવસ્થા પણ કરવામાં આવી છે જેથી કરીને કોરોના સંક્રમિત દર્દી તેના પરિવાર ના સંપર્ક માં ન આવે અને પરિવાર ના સભ્યો સલામત રહે.આજરોજ ડભોઇ તાલુકા ના થુવાવી ગામેં થી આઇસોલેટ સેન્ટર ની શરૂઆત કરવામાં આવતા ડભોઇ ના ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા (સોટ્ટા) સહિત જિલ્લા પંચાયત ના પ્રમુખ અશોકભાઈ પટેલ,જિલ્લા વિકાસ અધિકારી કિરણભાઈ ઝવેરી, જિલ્લા આરોગ્ય સમિતિ ના ચેરમેન નિલેશભાઈ પુરાણી ,શિક્ષણ સમિતિ ના ચેરમેન અશ્વિનભાઈ પટેલ (વકીલ), થુવાવી ના સરપંચ ભરતભાઈ તથા થુવાવી ના જિલ્લા પંચાયત સભ્ય સોનલબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.