ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના પ્રમુખે હિંમતનગર માં આવેલ સિવિલ ની મુલાકાત લીધી

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ અમિત ભાઈ ચાવડા લીધી હિંમતનગર ની સિવિલ ની મુલાકાત,
સાબરકાંઠા જિલ્લા ની હિંમતનગર સિવિલ હોસ્પિટલ ની મુલાકાત લેતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીતભાઈ ચાવડા દ્વારા લેવામાં આવી હતી, જે દરમિયાન સિવિલ હોસ્પિટલના દર્દીઓને દાખલ કરવામાં પડતી મુશ્કેલીઓની જાતે દર્દીઓ જોડે માહિતી મેળવી હતી, અહીંયા લાઇન માં ઉભી 108 ના દર્દીઓ દાખલ થવા માટે રાહ જોઈ રહ્યા હતા આવા દર્દીઓને રૂબરૂ મુલાકાત લીધી હતી અને દર્દીઓ પોતાની વેદના વ્યક્ત કરી હતી ઘણા દર્દીઓ જે બાજુ ના અરવલ્લી જિલ્લામાંથી આવેલ હતા એવા દર્દીઓને પણ હોસ્પિટલ પ્રશાસન દ્વારા દાખલ કરવામાં નથી આવતા એવી રજૂઆત કરી હતી ત્યારબાદ સિવિલ સુપરીટેન્ડટ , સજૅન, આર એમ ઑ સાથે મુલાકાત લીધી અને મુલાકાત દરમિયાન તેમની સાથે દરેક મુદ્દા ઉપર ચર્ચા કરી અને ખાસ કરી ને પ્રદેશ પ્રમુખે તમામ મેડિકલ સ્ટાફની કામગીરીની પ્રશંસા કરી સાથે જ જૂની સિવિલ હોસ્પિટલમા ઓક્સિજન બેડ અને સ્ટાફ વ્યવસ્થા કરી ચાલુ કરવામાં આવે તે બાબતે તંત્ર સાથે ચર્ચા કરીને ચાલુ કરવાની ખાતરી આપી ત્યારબાદ GMERS મેડિકલ ડોક્ટરો પણ જે પોતાની માગણીઓ સારું હડતાલ ઉપર હતા તેમની સાથે ચર્ચા કરી એમના પ્રશ્નોને પણ સાંભળ્યા અને તેમના પ્રશ્નોને માનનીય મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રી સુધી રજૂઆત કરી તેમના પ્રશ્નો પણ હકારાત્મક નિર્ણય આવે તે માટે સરકાર સમક્ષ રજૂઆત કરવાની હૈયાધારણા આપી હતી જેમનીની સાથે ગુજરાત વિધાનસભાના દંડક અશ્વિન કોટવાલ, પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા ,સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કમલેશ પટેલ ,પૂર્વ ધારાસભ્ય મણીભાઈ વાઘેલા,પ્રદેશ મહામંત્રી રામભાઈ સોલંકી , જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ પ્રિયવંદન પટેલ,જિલ્લા પંચાયત વિપક્ષ નેતા પ્રભાતસિંહ,જિલ્લા પંચાયત દંડક અલ્પેશભાઈ વડેરા, હિંમતનગર તાલુકા યુથ કોંગ્રેસ પ્રમુખ રાકેશસિંહ ચૌહાણ ,ટીવી પટેલ,ઇશાકભાઇ, કુમાર ભાટ સહિત ના કોંગ્રેસ આગેવાનો રહયા હતા હાજર .
રિપોર્ટ: કિરણ ખાંટ (સાબરકાંઠા)