ડભોઇ તાલુકા ના ગામો માં એક્શન એડ સંસ્થા દ્વારા કોરોના અંગે જનજાગૃતિ અભિયાન
ડભોઇ તાલુકા ના ગામો માં એક્શન એડ સંસ્થા દ્વારા કોરોના અંગે જનજાગૃતિ અભિયાન
આજરોજ ડભોઇ માં તેમજ તાલુકા ના ગામો માં એક્શન એડ સંસ્થા દ્વારા કોરોના સામે બચાવ તેમજ સંક્રમણઅટકાવવા માટે લોક જાગૃતિ અભિયાન યોજવામાં આવ્યો હતો.
કોરોના મહામારીથી આખું વિશ્વ તથા આપણો ભારત દેશ જજુમી રહ્યો છે. કોરોના મહામારી મોટા શહેરો ઉપરાંત હવે છેવાડાના ગામો સુધી ફેલાઈ રહી છે. લોકોમાં આ મહામારીનો ડર છે દિવસે ને દિવસે વધી રહ્યો છે, સાથે સાથે પુરતી જાણકારીનો અભાવ હોવાના કારણે કોરોના મહામારી વધુ ફેલાઈ શકે છે. એક્શનએડ સંસ્થા વડોદરા જીલ્લાના ૩ તાલુકાના ૩૫ ગામડાઓમાં અને ડભોઈ શહેર માં કાર્ય કરી રહી છે. એક્શન એડ સંસ્થાની ટીમ સરકારના કોવીડ ટાસ્ક ફોર્સ અને પંચાયતો સાથે રહીને ગામડાઓમાં કોરોના મહામારીને લઈને લોક જાગૃતિનું અને કોરોના ની રસી અંગે લોકોને સમજાવી રસી લેવા માટે પ્રેરિત કરે છે. ઉપરાંત લોકોને પરિવારના કોઈપણ સભ્યને કોરોના ના લક્ષણો દેખાય તો તુરંત હોમ આઇસોલેસન માં જઈ રાખવી પડતી કાળજી અંગે સમજાવે છે.. આ સાથે જ કોરોનાને લઈને ચાલી રહેલ મીની લોકડાઉન ને પગલે લોકોને પડતી મુશ્કેલીઓ સામે રાહત મળી રહે તે માટે સરકાર બે મહિના માટે મફત રાશન આપવાનું નક્કી કરવામાં આવ્યું છે જેવી સરકારની અન્ય યોજનાઓ વિષે પણ ગામડા ની પ્રજા ને જાણકારી આપી એ યોજના સુધી લોકોની પહોચ બને તે માટે એક્શન એડ સંસ્થા કાર્યરત છે. આ અભિયાન ગયા અઠવાડિયાથી શરુ કરી અત્યાર સુધી મંડાળા, કારવણ, મેનપુરા, ટીંબી ગામમાં જાગૃતિના કામ કરવામાં આવ્યા છે. જાગૃતિ અભિયાનમાં એક્શન એડની ટીમ સુશીલાબેન, હમઝાહ હસન, શીલાબેન, રમેશ રાઠોડ, રેચલબેન, સતીશભાઈ અને સુશીલ અનંત જોડાયેલ છે.