કોરોના કાળ : રજા, મજા કે સજા..?!

૦ રજા, મજા કે સજા..?!
એક દિવસ ની નોકરી ને એક દિવસ ની રજા,
કોરોના કાળમા આ,ગણવી મજા કે સજા..?!
હોય,,રજા આખી ને જવાય નહિ કયાંય કશે,
કેવી રીતે ગણવી આને, કહો રજાની મજા !!
સેવા કેરો ભેખ પહેરી નીકળે , સેવકો સૌ બધા,
આ વેકેશનની રજાઓને પણ કેમ ગણવી રજા.
ઑનલાઇન શિક્ષણ ને કાયમ..શાળામાં રજા,
ઘર એજ શાળા જાણે, શાળામાં હવે શું મજા ?
પ્રાર્થના ગઇ , પ્રયોગ ગયા , ગઇ રિશેષની મજા,
અપ ડાઉન,મેદાન ગયા કેવી લૉક ડાઉનની સજા.
મોબાઇલમાં ભણતર..બધું ને ગણતર..નૈ કશું,
ગુરુઓ લાચાર ‘શિલ્પી’,હવે ગુગલ ગુરુની પ્રથા.
(કવિ) શ્રી પંકજ દરજી શિલ્પી