વડાલી તાલુકા પંચાયત સદસ્ય પ્રફુલજી ખાંટ દ્વારા થેરાસણા ગામને સેનીટાઈજર કરાયું

સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકા ના થેરાસણા ગામની અંદર જ્યારે સાબરકાંઠા જિલ્લામાં ફરી એક વાર કોરોના વાયરસ ની મહામારી જોર પકડયું છે ત્યારે કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે અને ડગલેને પગલે લોકો સંક્રમિત થઈ રહ્યા છે, ત્યારે વડાલી તાલુકા પંચાયત ના સદસ્ય પ્રફુલ ભાઈ ખાંટ દ્વારા થેરાસણા ગ્રામજનો વધુ સંક્રમિત થાય નહિ અને કોરોના વાયરસનો ફેલાવો વધુ ના થાય તે માટે ગામની પરમાર વાસ, ઠાકોર વાસ, રાણેલી વિસ્તારમાં સેની ટાઇઝર ટ્રેકટર દ્વારા ગામની જાહેર જગ્યા તેમજ દરેક જગ્યાએ સેની ટાઇઝર કરવામાં આવ્યું હતું અને બાકી રહેલું આવતી કાલે કરવામાં આવશે જે સમયે વડાલી તાલુકા પંચાયત સદસ્ય પ્રફુલ ભાઈ ખાંટ અને ગામના યુવાનો હાજર રહ્યા હતા.
રિપોર્ટ : કિરણ ખાંટ (વડાલી)