પ્રદેશ ભાજપ કિસાન મોરચાના મહામંત્રી તરીકે હિરેન હીરાપરાની નિમણૂંક

હિરેન હિરપરા ધારી તાલુકાના ડિટલા ગામના રહેવાસી છે, તેઓ ખેડૂત પુત્ર છે, ગામડામાં રહે છે, ખેતી કરે છે. વર્ષો થી એટલે કે યુવા કાળ થી જ ભાજપમાં સક્રિય છે, શાંત, સાલસ અને યુવાનોના માનીતા એવા હિરેન હિરપરા ૧૯૯૮ થી ૨૦૦૯ સુધી ધારી તાલુકા યુવા ભાજપના સતત ૩ ટર્મ સુધી પ્રમુખ રહયા, બાદમાં ૨૦૦૯ થી ૨૦૧૩ સુધી જીલ્લા યુવા ભાજપના પ્રમુખ તરીકે ખૂબ જ સક્રિય રહી જિલ્લાભરના યુવાનોમાં બહોળી નામના મેળવી, બ્લડ ડોનેશન કેમ્પ, અને વિવિધ સેવાકીય પ્રવુતિ દ્વારા જિલ્લાભરના યુવાનોને ભારતીય જનતા પાર્ટીમાં સક્રિય કર્યા, ત્યારબાદ ૨૦૧૩ થી ૨૦૧૬ ગુજરાત પ્રદેશ યુવા ભાજપના મહામંત્રી તરીકે પ્રદેશભરમાં સતત પ્રવાસ અને યુવાનોને માર્ગદર્શન આપી પાર્ટીને મજબૂત બનાવી.
એક પછી એક જવાબદારીબાદ તેઓ સૌથી નાની ઉંમરે ૨૦૧૬ થી ૨૦૨૦ સતત ૪ વર્ષ સુધી અમરેલી જીલ્લા ભાજપ પ્રમુખ તરીકે સેવા આપી. હિરેન હીરપરાને ગુજરાત પ્રદેશ ભાજપ કિસાન મોરચાના મહામંત્રીની જવાબદારી મળવાથી જિલ્લાભરના કાર્યકરો અને આગેવાનોમાં ખુશીની લહેર જોવા મળી છે. આ તકે હિરેન હિરપરા એ જણાવ્યું છે કે સૌને સાથે રાખી, સૌના વિશ્વાસ થી, આગેવાનોને માર્ગદર્શન નીચે પ્રદેશ ભાજપની સૂચના થી અમરેલી જિલ્લામાં અને ગુજરાત ભરમાં પાર્ટી ને મજબૂત કરવા પુરા ખંત થી કામ કરીશ તેમજ છેવાડાના ગામ સુધી, છેવાડાના ખેડૂત સુધી કેન્દ્ર અને રાજ્ય સરકારની ખેડૂત વિકાસ લક્ષી યોજનાઓની માહિતી અને તેના લાભ પહોંચે તે માટે પુરા પ્રયત્ન કરીશ.