ઇઝરાયલ પર સૌથી મોટો હુમલો : પેલેસ્ટાઈને ધડાધડ 300 રોકેટ વડે હુમલો

ઇઝરાઇલ અને પેલેસ્ટાઈન વચ્ચે હવે યુદ્ધ જેવી મોટી પરિસ્થિતિ ઉભી થઈ છે. મંગળવારે ઇઝરાઇલની રાજધાની તેલ અવીવ, અશ્કલોન અને હોલોન શહેરને હમાસ સંગઠન દ્વારા નિશાન બનાવ્યું હતું. મોડી રાત સુધી આ હુમલામાં અનેક લોકોનાં મોત થયાની જાણકારી મળી છે. તેના જવાબમાં ઇઝરાઇલી વાયુસેનાએ હમાસના કબજા હેઠળના ગાઝા પટ્ટી પર હુમલો કર્યો. અહીં 13 માળની ઇમારતને નિશાન બનાવવામાં આવી હતી. ઇઝરાઇલ અનુસાર આ ઇમારતમાં હમાસની રાજકીય પાંખની ઓફિસ હતી. આ ઇમારત હવે ખંડેર બની ગઈ છે. વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને સંરક્ષણ પ્રધાન બેની ગેન્ત્ઝે સ્પષ્ટ કર્યું છે કે હમાસને આ હુમલાઓની મોટી કિંમત ચૂકવવી પડશે.
નેતન્યાહુએ કહ્યું – બસ એક વાત સમજો. આ હુમલાઓની આતંકવાદીઓને મોટી કિંમત ચૂકવવી પડશે. રવિવારથી અત્યાર સુધીમાં આ યુદ્ધમાં 38 થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. આ પહેલા 2014 માં ઇઝરાઇલ અને હમાસ વચ્ચે હિંસક સંઘર્ષ થયો હતો. હમાસના રોકેટ હુમલામાં ભારતીય મહિલા સૌમ્યા સંતોષ નું પણ મોત નીપજ્યું છે. ન્યૂઝ એજન્સી દ્વારા મંગળવાર-બુધવારે આ માહિતી આપવામાં આવી છે. ભારતમાં ઇઝરાયલી રાજદૂત રોન માલકાએ સૌમ્યાના મોતની પુષ્ટિ કરી હતી અને તેના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું – ઇઝરાયેલ આતંકવાદીઓ સામે ક્યારેય ઝૂક્યું નથી અને ઝુકશે પણ નહી.
ઇઝરાયેલે ગાઝા પટ્ટીમાં ઘણી ઇમારતો પર હુમલો કર્યો છે. આમાંથી એક 13 માળની ઇમારતમાં હમાસની રાજકીય પાંખની ઓફિસ છે. દિવસ દરમિયાન અહીં 700થી 1200 લોકો રહે છે. હાલમાં તે જાણવા મળ્યું નથી કે હુમલો સમયે કેટલા લોકો હાજર હતા. કદાચ આ જ કારણ છે કે હમાસ પણ આ વિશે મૌન છે. ઇઝરાઇલ પર ગાઝા પટ્ટીથી ચલાવવામાં આવેલા મોટાભાગના રોકેટ આયર્ન ડોમ દ્વારા નાશ પામ્યા હતા. તે મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ છે. જે રોકેટની ઓળખ કરે છે અને કાઉન્ટર મિસાઇલ લોન્ચ કરે છે. જેના કારણે હવામાં જ રોકેટનો નાશ થાય છે. તેનું પ્રથમ પરીક્ષણ 2012 માં કરવામાં આવ્યો હતો. તેનો વિકાસ ઇઝરાઇલની સરકારી સંરક્ષણ એજન્સી ‘રાફેલ એડવાન્સ ડિફેન્સ સિસ્ટમ્સ’ દ્વારા કરવામાં આવ્યો છે. તે પહેલાં પણ ઇઝરાયેલે આયર્ન ડોમ દ્વારા હમાસના 90% હુમલાઓને નિષ્ફળ બનાવ્યા છે.
રીપોર્ટ : ઈરફાન શેખ (પંચમહાલ)