ખાનગી હોસ્પિટલની ફી ઘટાડવા થરાદ કોંગ્રેસ પ્રમુખનો પત્ર
- કોરોના કાળમાં લાખો રુપિયાની હોસ્પિટલમ ફી ભરવા ગરીબ વર્ગ બન્યો લાચાર
- મુખ્યમંત્રી ગરીબો ની વેદના ને સાંભળે તેવી લોક માંગ ઉઠી છે
સમગ્ર દેશમાં ચાલી રહેલી કોરોના ની મહામારી માં લોકો નાં ધંધો રોજગાર ઠપ થઈ ગયા છે અને કોરોના ની મહામારી માં દવાખાના નાં આવતા મોટા બિલ ને પહોંચી વળવા માટે મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને મુશ્કેલી ઉભી થઈ છે.જો આવી જ રીતે ચાલશે તો ગરીબ વર્ગના લોકોને રસ્તા ઉપર આવતા સમય નહી લાગે કેમ કે મોંઘવારી ને લીધે ઘરની વસ્તુઓ ની ખરીદી મુશ્કેલ બની છે થરાદ તાલુકાના સેવાકીય પ્રવૃતિઓ સાથે હંમેશા જોડાયેલા થરાદ કોંગ્રેસ સમિતિના પ્રમુખ આબાભાઈ સોલંકી દ્વારા આજે ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને રજુઆત કરવામાં આવી છે કે હોસ્પિટલનાં ફીનાં દરોમાં કોરોના કાળમાં રાહત ગરીબ વર્ગના લોકોને મળે તે જરૂરી છે ગરીબોને પોતાના દાગીના વેચીને હોસ્પિટલ નાં બિલ ચુકવવા પડે છે તો સરકાર કોરોના દર્દીને ૫૦૦૦ દૈનિક ચાજૅ આપે તેવી માંગ ઉઠી છે . કોંગ્રેસ સમિતિ થરાદનાં પ્રમુખ આબાભાઈ સોલંકી કોરોના મહામારી માં લોકો ની સેવા કરવામાં દિવસ કે રાત જોયા વગર દોડાદોડી કરે છે તેમના કાર્યો ગરીબો માટે ખુબ મદદરૂપ બને છે.
રિપોર્ટ : જનકસિહ વાઘેલા (થરાદ)