મોરબી પાલિકાના પૂર્વ પ્રમુખ કેતન વિલપરા ઉપર છરી વડે હુમલો

મોરબી પાલિકાના પૂર્વ પ્રમુખ કેતન વિલપરા ઉપર છરી વડે હુમલો
Spread the love
  • છ શખ્સોએ જુના મનદુઃખનો ખાર રાખીને હુમલો કર્યો

મોરબી : મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ઉપર ગતરાત્રે છરી વડે હુમલો થયો હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં છ શખ્સોએ જુના મનદુઃખનો ખાર રાખીને હુમલો કર્યો હોવાનું પોલીસ પાસેથી જાણવા મળ્યું છે. આ બનાવની હજુ સુધી ફરિયાદ નોંધાઈ નથી. મોરબી એ ડિવિઝન પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને હાલના સદસ્ય કેતનભાઈ અમૃતલાલ વિલપરા ગતરાત્રે પોતાના મિત્ર સાથે મોરબીના શનાળા રોડ ઉપર કન્યા છાત્રાલય નજીક જીઆઇડીસીના નાકે ઉભા હતા. તે સમય ત્યાંથી બે બાઇકમાં ત્રણ સવારીમાં છ શખ્સો નીકળ્યા હતા.

આ શખ્સોએ કેતનભાઈ વિલપરા ઉપર છરી વડે હુમલો કરતા તેમને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવની તપાસ કરનાર એ ડિવિઝનના એસ. વી. સોલંકીએ જણાવ્યું હતું કે હુમલાખોરો થોડા દિવસો અગાઉ સરદાર બાગ નજીક રાત્રી કફર્યુ હોવા છતાં બેઠા હોય પાલિકાના પૂર્વ પ્રમુખે તેમને ટપારતા આ બાબતનો ખાર રાખીને હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવની નોંધ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

રીપોર્ટ : જનક રાજા (મોરબી)

કેતન-વિલપરા-પ્રમુખ-મોરબી-નગરપાલિકા.jpg

Janak Raja

Janak Raja

Right Click Disabled!