જામનગરની યુવતિને વ્હોટસએપ કરી બિભત્સ માંગણીની ફરિયાદ

જામનગરની યુવતિને વ્હોટસએપ કરી બિભત્સ માંગણીની ફરિયાદ
Spread the love
  • બોટાદના શખ્સ સામે ગુનો નોંધાયો, પોલીસ તપાસનો ધમધમાટ
  • જુદા-જુદા 4 મોબાઇલ નંબરની ડિટેઇલ મેળવવા તજવીજ શરૂ

જામનગરમાં સરકારી સંસ્થા સાથે સંકળાયેલી યુવતિને વ્હોટસએપ પર મેસેજ, વોઇસ કોલ અને વિડીયો કોલ કરીને બિભત્સ માંગણી કર્યાની ફરીયાદ બોટાદના શખ્સ સામે નોંધાઇ છે. પોલીસે જુદા જુદા ચાર મોબાઇલ નંબરના આધારે તપાસ હાથ ધરી છે. જામનગર પોલીસે બોટાદના આરોપીને સંકજામાં લેવા કાર્યવાહી શરૂ કરી છે. પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર શહેરના હાલાર હાઉસ નજીકના વિસ્તારમાં રહેતી એક છત્રીસ વર્ષીય યુવતિએ સીટી બી પોલીસ મથકમાં બોટાદના મહેશ કરશનભાઇ ઘાઘરેટીયા સામે ફરીયાદ નોંધાવી છે.

આ ફરીયાદમાં તેણીને આરોપી શખ્સ ગત તા. 21/4થી તા.28/4 દરમિયાન અવાર નવાર જુદા જુદા ચાર નંબરથી વોટસએપ મેસેજીસ, વિડીયો કોલ અને વોઇસ કોલ કરી અપશબ્દો ઉચ્ચારી બિભત્સ માંગણી કર્યાનુ જાહેર થયું છે. આ અંગે ભોગગ્રસ્ત યુવતિની ફરીયાદ પરથી પોલીસે બોટાદના શખ્સ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી પોલીસે જુદા જુદા ચારેય મોબાઇલ નંબરની કોલ ડીટેઇલ મેળવી સધન તપાસ સાથે આરોપીને સકંજામાં લેવા કવાયત હાથ ધરી છે. બીજી બાજુ બોટાદ પોલીસે પણ અગાઉ આજ રીતની કોઇ ફરિયાદના અનુસંધાને આરોપી શખસની અટકાયત પણ કરી હતી. જેનો કબ્જો મેળવવા માટે તજવીજ હાથ ધરવામાં આવશે એવું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

– રોહિત મેરાણી (જામનગર)

images-1-11.jpeg

Admin

Rohit Merani

9909969099
Right Click Disabled!