મોરબી જલારામ મંદિર દ્વારા સ્થળાંતર કરેલ 433 લોકો માટે ભોજનનો સેવાયજ્ઞ

માળિયા તાલુકામાં વાવાઝોડાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા જુમાવાડી વિસ્તારના રહીશોનું સ્થળાંતર કરાયું હોય જે સ્થળાંતર કરેલ લોકો માટે મોરબી જલારામ મંદિરે ભોજનની વ્યવસ્થા કરી છે. જુમાવાડીમાં રહેતા ૪૩૩ લોકોને હાલ ન્યુ ટાટાનગર નવલખી ખાતે સ્થળાંતર કરવામાં આવ્યા છે જે તમામ લોકો માટે ભોજનની વ્યવસ્થા શ્રી જલારામ સેવા ટ્રસ્ટ મોરબી દ્વારા કરવામાં આવી છે મોરબી જલારામ મંદિર દ્વારા ભૂખ્યાને ભોજનનો સેવાયજ્ઞ બારેમાસ ચલાવાય છે ત્યારે હાલના વિપરીત સંજોગોમાં પણ તેમને ભોજન વ્યવસ્થા કરીને માનવતા મહેકાવી છે
રીપોર્ટ :- જનક રાજા, મોરબી