આભાર PGVCL ટીમ, કુંકાવાવ, તહે દિલ સે સેલ્યુટ કુંકાવાવ PGVCL ટીમને…..

આભાર PGVCL ટીમ, કુંકાવાવ, તહે દિલ સે સેલ્યુટ ,કુંકાવાવ PGVCL ટીમ ને. …. … “ટોકતે” નામનું ભયંકર વાવાઝોડું આવીને ૧૦ કલાક માં જ પોતાની વિનાશકતા વેરતુંગયું, આપણા વિસ્તાર ના અસંખ્ય તોતીંગ ઝાડ, અસંખ્ય થાંભલા પડી ગયા, તાર તુટી ગયાં, આપણે બધા લોકો ને તો એમ લાગતું હતું કે હજુ ત્રણ દિવસ તો લાઈટ આવવી શક્ય નથી, ત્યાં તો આપણ ને સૌ ને લાઈટ વગર હેરાનગતિ ન થાય તે માટે PGVCL D. E. શ્રી પાંચાણી સાહેબ અને તેમની ટીમ તનતોડ મહેનત થી બુધવારે સાંજે ૭ વાગ્યે કુંકાવાવ માં વાળું ટાણે તો લાઈટ આવી ગઈ, તેમજ આજુબાજુ ના વિસ્તારમાં પણ ઝડપથી સૌ ને વિજ પુરવઠો મળી રહે તે માટે તનતોડ મહેનત કરતાં કાયॅદક્ષ અધિકારી પાંચાણી સાહેબ અને તેમની કતॅવ્ય નિશ્ઠ ટીમ ને ? ખુબ ખુબ અભિનંદન શ્રી સુભાષ ભાઈ ભગત ,સરપંચ શ્રી,કુંકાવાવ અરવિંદ ભાઈ સોની, પ્રમુખ ચેમ્બર ઓફ કોમર્સ કુકાવાવ . મનસુખભાઈ ગોંડલીયા, પ્રમુખ, વેપારી મહામંડળ કુકાવાવ
રિપોર્ટ : રસિક વેગડા
લોકાર્પણ દૈનિક ન્યુઝ
ગુજરાત બ્યુરો ચીફ