હાલોલ વોર્ડ નંબર 5માં આવેલ સંજરીપાર્ક તેમજ 101 કોલોનીની અત્યન્ત દયનિય પરિસ્થિતિ

હાલોલ નગરપાલિકા ના ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી છેલ્લા દોઢ વર્ષથી ચાલી રહી હતી. જે પૂર્ણ થવા છતાં રોડનું કામ અધૂરું રાખી ફક્ત માટી પુરવામાં આવી હતી. જે આજદિન સુધી ભૂગર્ભ ગટરના કામકાજના અંત બાદ વચ્ચેના રોડનું મરામતનું કામ અધૂરું છોડી દેતા સ્થાનિક રહીશો ને આને નજીવા વરસાદ પડવાથી ચાલીને જવાની વાત તો દૂર રહી પણ બાઇક લઈને જવામાં પણ હાલાકીનો સામનો કરવો પડે તેમ છે. કોઈ બીમાર વ્યક્તિને લાવવામાં લઈ જવામાં રીક્ષા પણ આ વિસ્તારમાં આવવા વિચાર કરે છે.
હાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર આ બાબતની તપાસ કરે અને ભૂગર્ભ ગટર યોજનાનું ટેન્ડર મંજુર કરેલ કોન્ટ્રાક્ટરને લેખિત નોટિસ આપી કામ 10 દિવસમાં પૂર્ણ કરાવે તેવી સ્થાનિક રહીશોની માંગ ઉઠવા પામી છે. જો આ કામ વ્યવસ્થિત નહિ થાય તો ટુક સમયમાં ટેન્ડર વિશેની માહિતી માંગી તેની તપાસ કરવામાં આવશે…..છેલ્લા 6 મહિનામાં વિસ્તારમાં કામ કરી ભોળી પ્રજાને ઉલ્લુ બનાવવાનું વિચારી રહ્યા છે. અને જાણે પોતાના ઘરના પૈસા ખર્ચી કામ કરતા હોય તેવી અનુભૂતિ પાલિકા બતાવે છે. જનતાના પબ્લિકના જ પૈસાથી જનતાનો વિકાસ કરવામાં પણ આટલી નિષ્ક્રિયતા છે તો પોતાના ખિસાના પૈસા કાઢવાના હોય તો શું થાય તે આમ જનતામાં ચર્ચા નો વિષય બન્યો છે ? શું આ અંગે તંત્ર યોગ્ય પગલાં ભરશે કે કેમ? તે તો આવનાર સમય બતાવશે.
પત્રકાર : ઈરફાન શેખ (પંચમહાલ)