થરાદ ખરિદ વેચાણ સંઘ દ્વારા 10 બેડ રેફરલ હોસ્પિટલને આપ્યા

હવે સમગ્ર ગુજરાતમાં કોરોના નાં કેસ માં ઘટાડો નોધાતા સમગ્ર જિલ્લાને રાહત નો શ્વાસ લીધો છે ત્યારે થરાદ ખાતે આજ રોજ સિવીલ હોસ્પીટલ થરાદ ખાતે થરાદ તાલુકા ખરીદ વેચાણ સંઘ તરફથી આપવામાં આવેલ ૧૦ બેડ (પથારી) ને સિવિલ હૉસ્પિટલના અધિક્ષકશ્રીને સુપ્રત કરાયા હતા. ઓક્સિજન પ્લાન્ટ અદાણી ગ્રુપ તરફથી આપવામાં આવેલ.
ઓક્સિજન પ્લાન્ટ ના એન્જિનિયરો જોડે પ્લાન્ટ અંગેની માહિતી મેળવી સમીક્ષા કરી જે પ્લાન્ટ ટૂંક સમયમાં કાર્યરત થશે. પરબતભાઈ પટેલ બનાસકાંઠા સાંસદ અને ખરીદ વેચાણ સંઘના ચેરમેન દ્વારા કોવિડ સેન્ટરમાં દાખલ દર્દીઓના સગાંઓ જોડે મુલાકાત કરી હતી.હોસ્પિટલ માં સેવા આપતા દરેક આરોગ્ય કમૅચારીઓ નો આભાર વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટ : જનકસિહ વાઘેલા (થરાદ)