શૈક્ષણિક સંધ સંકલન સમિતિએ માધ્યમિક શિક્ષણ બોર્ડ પાસે માર્ગદર્શન માંગ્યુ

ધોરણ.10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યા બાદ હવે તેમના શાળા છોડ્યા અંગેના એલસીના સર્ટીફિકેટમાં નોંધ એટલે કે રીમાર્ક શું મારવી? તે બાબતે અવઢવ સર્જાઈ છે. જેના સંદર્ભે રાજ્ય શૈક્ષણિક સંધ સંકલન સમિતિએ માધ્યમિક શિક્ષણ બોર્ડ પાસે માર્ગદર્શન માંગ્યું છે. આ ઉપરાંત શૈક્ષણિક સંઘે ધો.10ના વિદ્યાર્થીઓના ગુણાંકન મુદ્દે કેટલાંક સૂચનો પણ કયર્િ છે. ધો.10માં મુખ્ય પાંચ વિષયોના ગુણ મૂકી અન્ય ગૌણ વિષયમાં ગ્રેડ આપી શકાય તેમ જણાવી સંઘે ગૌણ વિષયોમાં ગ્રેડ શાળાઓ નક્કી કરે તેમ જણાવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે ગત તા.13મીના ગુરુવારે ધો.10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશનની જાહારેતા કયર્નિા બીજા જ દિવસે આ વિદ્યાર્થીઓને ગુણાંકન કેવી રીતે કરવું? રીઝલ્ટ કેવી રીતે તૈયાર કરવું ? એ માટે બોર્ડના અધિકારીઓ, શિક્ષણશાસ્ત્રીઓનો સમાવેશ કરતી તજજ્ઞોની સમિતિ રચવાની જાહેરાત કરી હતી. તજજ્ઞોની આ સમિતિ ધો.10ના વિદ્યાર્થીઓને ગુણાંકન માટેની નીતિ તૈયાર કરનાર છે. દસમાં ધોરણમાં માસ પ્રમોશનની જાહેરાતને કારણે પરીક્ષા ન યોજાતાં હવે શિક્ષણ બોર્ડ દસમા ધોરણના વિદ્યાર્થીઓને તેમણે ભરેલી એક્ઝામ ફી પણ પરત કરવી પડશે. 8.37 લાખ પરીક્ષાર્થીઓની એક્ઝામ ફી આશરે ત્રણ કરોડ રૂપિયા થાય છે.
વિપુલ મકવાણા (અમરેલી)