થરાદ ધારાસભ્યનો મુખ્યમંત્રીને પત્ર

થરાદ નાં ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત દ્વારા ગુજરાત નાં મુખ્યમંત્રી ને પત્ર લખી ને રજુઆત કરવામાં આવી છે.કોરોના કાળ પુણૅ થતાં જ નવો રોગ નો દેશ માં પ્રવેશ થતાં હાહાકાર મચાવ્યો છે ત્યારે લોકો ને વધતા આરોગ્ય ખર્ચ ને પહોંચી વળવા માટે સરકાર રાહત આપે તેવી માગણી કરવામાં આવી છે.મ્યુકોરમાયકોસિસ (કાળી ફંગસ )નો રોગ અત્યારે વકરી રહ્યો છે જો આ રોગના શરૂઆતના સ્ટેજમાં જો સારવાર ના મળે તો આ રોગ વધારે ઘાતક બને છે.
રાજસ્થાન ની સરકારે ચિરંજીવી યોજના હેઠળ આ રોગની સારવાર ખાનગી તેમજ સરકારી હોસ્પીટલમાં નિ:શુલ્ક કરવાની જાહેરાત કરી છે તેવી જ રીતે ગુજરાત સરકાર પણ આવી જ કોઈ યોજના હેઠળ મ્યુકોરમાયકોસિસ (કાળી ફંગસ) ના રોગની સારવાર ખાનગી તેમજ સરકારી હોસ્પીટલ માં નિ:શુલ્ક કરવાની જાહેરાત કરે તેવી નમ્ર અપિલ ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે.
રિપોર્ટ : જનકસિહ વાઘેલા (થરાદ)