સુરતમાં ભારતીય જૈન સંગઠન દ્વારા ઓક્સિજન કોન્સન્ટ્રેટર બેંક શરૂ કરવામાં આવી

સુરતમાં ભારતીય જૈન સંગઠન દ્વારા ઓક્સિજન કોન્સન્ટ્રેટર બેંક શરૂ કરવામાં આવી
Spread the love

કોરોનાની બીજી લહેર ઘાતક નિવડી રહી છે અને ઓક્સિજનની અછત પણ સર્જાય છે તેને ધ્યાનમાં લઇને ભારતીય જૈન સંગઠન સુરત દ્વારા 101 ઓક્સિજન કોન્સન્ટ્રેટર બેંક બનાવવામાં આવી છે. ઓક્સીજનની જરૂરિયાતવાળા દર્દીઓને આ સેવા નિશુલ્ક આપવામાં આવશે, સાથે જ ઓક્સિજન મોબાઇલ સેવા અને ડોક્ટર ઓન કોલ સેવાનો પણ શુભારંભ કરવામાં આવ્યો છે.કોરોના બીજા તબ્બકામાં સૌથી વધુ અછત ઑક્સિજનની થઈ છે અને આવી પરિસ્થિતિનું નિર્માણ ફરી ન થાય અને હાલના દર્દીઓને ઓક્સિજન મળી રહે તે માટે ભારતીય જૈન સંગઠના સુરતની સંસ્થા દ્વારા કોન્સટ્રેટર બેંક શરૂ કરવામાં આવી છે.

સંગઠન દ્વારા 101 ઓક્સિજન કોન્સન્ટ્રેટરની ખરીદી કરવામાં આવી છે અને આ ઓક્સિજન કોન્સન્ટ્રેટર બેંક બનાવવામાં આવ્યો છે.આ બેંકમાંથી માત્ર સુરત જ નહીં, સુરતની બહાર પણ રહેતા લોકોને ઓક્સિજનની જરૂરિયાત હોય તો તેમને નિશુલ્ક આ સુવિધા મળી રહેશે. ઓક્સિજન કોન્સન્ટ્રેટર બેંક સાથે ઓક્સિજન મોબાઈલ વાનની સેવા પણ શરૂ કરવામાં આવી છે. સાથે હોમ આઇસોલેશન દર્દીઓ ડોક્ટર સાથે સારવાર અંગે માહિતી મેળવી શકે આ માટે ડોકટર ઓન કૉલ સેવા પણ શરૂ કરાઈ છે. શુભારંભ સમારોહમાં ઉદઘાટક તરીકે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ હાજર રહ્યાં હતાં. તેઓએ જણાવ્યું હતું કે આવાઓક્સિજનકોન્સન્ટ્રેટર બાળકો માટે પણ ખૂબ જ ઉપયોગી બની રહેશે.આ કાર્ય સરાહનીય છે.

રીપોટ : ક્રિશાંગ ગાંજાવાલા (સુરત)

IMG_20210523_125531.jpg

Admin

Sunil Ganjawala

9909969099
Right Click Disabled!