ડભોઇ સેવા સદન ખાતે કરણી સેના એ આવેદનપત્ર આપ્યું

ડભોઇ સેવા સદન ખાતે કરણી સેના એ આવેદનપત્ર આપ્યું
Spread the love

*” કરણી સેના ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાજ શેખાવત ને ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા થતી રાજકીય હેરાનગતિ બંધ થાય તે બાબતે ડભોઇ સેવા સદન ખાતે કરણી સેના એ આવેદનપત્ર આપ્યું”*

કરણી સેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ગુજરાત ના અધ્યક્ષ રાજ શેખાવત અને ગુજરાત સરકારના ગૃહવિભાગ દ્વારા તેમની હોટેલ અને સિક્યુરિટી એજન્સી ઉપર રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા વારંવાર નોટિસ આપવા કરવામાં આવે છે અને . ઇન્કવાયરી ઓ કરવામાં આવે છે જેના કારણે રાજ શેખાવત ને માનસિક અને આર્થિક હેરાનગતિ નો ભોગ બનવું પડે છે . તે અંગે ગુજરાતના રાજ્યપાલને સંબોધતું આવેદનપત્ર ડભોઇના કરણી સેનાના કાર્યકરો દ્વારા ડભોઇ સેવા સદન ખાતે આપવામાં આવ્યું હતું. કરની સેના કાર્યકર્તાઓનું કહેવું એ છે કે દેશ અને રાજ્યમાં કરણી સેના સમાજસેવાના ઉમદા કાર્યો કરે છે જ્યાં સરકારી સેવા પહોંચતી નથી ત્યાં કરણી સેના ના માધ્યમ દ્વારા સમાજ સેવા કરવામાં આવી રહી છે .જે રાજકીય નેતાઓને ખૂંચી રહ્યું છે જેના કારણે કરણી સેના ગુજરાત ના અધ્યક્ષ રાજ શેખાવતને તેમના ધંધાકિયા વ્યવસાયોમાં ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા તપાસના બહાને માનસિક અને આર્થિક રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે જેના વિરોધના ભાગરૂપે આજરોજ ડભોઇ ના કરણી સેના ના આગેવાનોએ ડભોઇ સેવાસદન ખાતે પહોંચી આવેદનપત્ર આપ્યું હતું.

IMG_20210526_162437.jpg

Avatar

ચિરાગ તમાકુવાલા

Right Click Disabled!