પાંડેસરા વેક્સિન સેન્ટરમાં સર્વર ડાઉનઃ એપોઇન્ટમેન્ટ લીધી છતા ભીડ થઇ ગઇ
વેક્સિન માટે એપોઈમેન્ટ લીધી હોવા છતાં પાંડેસરાના સેન્ટરમાં સર્વરનો પ્રોબલેમ inઆવતાં ભીડ ભેગી થઈ ગઈ હતી. જ્યારે કેન્દ્ર સરકારે ૧૮થી ૪૪ વર્ષના લોકો માટે રજીસ્ટ્રેશન દુર કર્યાની જાહેરાત જાણીને વેસુમાં રજીસ્ટ્રેશન વગર લોકો રસી લેવા પહોચી ગયા હતા. ગુજરાત સરકારે રજીસ્ટ્રેશન રાખ્યું છે તેની તેમને જાણકારી ન હોવાથી ધક્કો પડયો હતો.