વડાલીના વેપારીઓ દ્વારા નગરપાલિકા ચીફ ઓફિસરને વેરા માફી માટે આવેદન

સાબરકાંઠા જિલ્લા ના વડાલી શહેર ના જાગૃત વેપારીઓ દ્વારા વડાલી નગરપાલિકા ના ચીફ ઓફિસર ને આવેદન આપી યોગ્ય માગણીઓ સાથે રજુઆત કરવામાં આવી, વડાલી શહેર ના વેપારીઓ દ્વારા આવેદન માં સ્પષ્ટ માંગ કરાઈ કે ચાલુ વર્ષ નો વેરો માફ કરવા માં આવે અને આવનાર સમય ની અંદર લગભગ અસહ્ય કહી શકાય તેટલો વેરા માં વધારો થવા નો છે તે વેરા માં વધારો ન થાય તે બાબત માં આવેધન પત્ર અપાયું હતું. આજ ના આવેદન પત્ર આપતી વખતે વેપારી આગેવાન અવિનાશ સથવારા તથા રાજેન્દ્ર ભાઈ સોની તથા ગોવિદ ભાઈ પટેલ તથા વિનીત ભાઈ ચૌહાણ તથા અલ્પેશ ભાઈ દોષી તથા યુવા વેપારી વિશાલ ભાઈ ચૌહાણ સહિત ના વેપારીઓ હાજર રહ્યા હતા.
રિપોર્ટ : કિરણ ખાંટ (વડાલી)