સુરત નાં ઉધના વિસ્તારમાં જર્જરિત ઇમારત નો બાલ્કની નો ભાગ તૂટી પડતાં અફરા તફરીનો માહોલ સર્જાયો

વર્ષો જુના મકાનો વરસાદને કારણે પલળીને જર્જરિત અથવા તો કાચા થઇ જતા હોય છે. ઘણી વાર તેવા કાચા મકાનો અને જર્જરિત મકાનોને ખાલી કરીને તાત્કાલિક પડી દેવામાં આવે છે. જેને લીધે કોઈ માનવીને નુકસાન ન પહોચે. ત્યારે હાલમાં જ સુરતથી એક મહત્વના સમાચાર મળી રહ્યા છે, જ્યાં એક જર્જરિત મકાનની બાલ્કની તૂટીને નીચે પડી હતી.
સુરત શહેરના ઉધના વિસ્તારમાંથી એક ઘટના સામે આવી છે.જે ઘટનામાં કાચું અને જર્જરિત એપાર્ટમેન્ટની પહેલા માળની બાલ્કની ધડાકાભેર તૂટીને નીચે પડી હતી. જેને કારણે આજુબાજુના રહીસોમાં અફરાતફરી અને નાસભાગ મચી ગઈ હતી. વર્ષો જૂના લક્ષ્મી એપાર્ટમેન્ટના પ્રથમ માળની બાલ્કની ધડાકાભેર તૂટી પડી હતી.
આ સમગ્ર ઘટનામાં સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાની થઇ નહોતી. પરંતુ બાલ્કનીના કાટમાળનો ભાગ નીચે નીચે પડતા નીચે રહેલા વાહનોને નુકસાન થયું હતું. આ સમગ્ર ઘટનાની જાન થતા સુરત મહાનગર પાલિકાનો સ્ટાફ ઘટના સ્થળે પહોચી ગયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ પણ જાનહાની થઇ નથી. એપાર્ટમેન્ટમાં રહેલા લોકોને મહાનગર પાલિકાના સ્ટાફ દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા.
જર્જરિત એપાર્ટમેન્ટની પહેલા માળ પર આવેલી બાલ્કની ધડાકાભેર નીચે પડતા આજુબાજુના રહીશોના જીવ તાળવે ચોટી ગયા હતા. અત્યારે હાલમાં આ કાટમાળને ખસેડવાની પ્રક્રિયા મહાનગર પાલિકા દ્વારા શરુ કરવામાં આવી છે
રિપોર્ટ : ક્રિશાંગ ગાંજાવાલા
સુરત